<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

એપલની મોટી કાર્યવાહી : ૧૭ લાખથી વધુ એપ્‍સ કરી રિજેકટઃ સાયબર છેતરપીંડી કરનારાથી બચાવ્‍યા પ૮૪ અબજ રૂપીયા

એપલે વર્ષ ર૦૦૮માં એપ સ્‍ટોરની શરૂઆત કરી હતીઃ તે સમયથી અત્‍યાર સુધી કંપની પોતાની સુરક્ષા માટે હંમેશા લેટેસ્‍ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

નવી દિલ્‍હી, તા., ૨૦: એપલે વર્ષ ૨૦૦૮માં એપ સ્‍ટોરની શરૂઆત કરી હતી. તે સમયથી અત્‍યાર સુધી કંપની પોતાની સુરક્ષા માટે હંમેશા લેટેસ્‍ટ ટેક્રોલોજીનો ઉપયોગ કરે છે. આ સુરક્ષાને કારણે કંપનીએ યૂઝર્સના ૭ બિલિયન યૂએસ ડોલર બચાવ્‍યા છે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં કન્‍વર્ટ કરીએ તો તે અંદાજે ૫૮૪ બિલિયન રૂપિયા થાય છે.

સાયબર ફ્રોડ ટ્રાન્‍ઝેક્‍શન

પર મોટી રોક

Appleએ કહ્યું કે તેણે ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્‍ચે ખતરનાક સાયબર છેતરપિંડીના વ્‍યવહારો અટકાવીને અબજો રૂપિયા બચાવ્‍યા છે. તે એકલા ૨૦૨૩ માં ૧.૮ બિલિયન યૂએસ ડોલર બચાવવાનો દાવો કરે છે. એપલે ચોથા વાર્ષિક ફ્રોડ પ્રિવેન્‍શન એનાલિસિસમાં (Fourth Annual Fraud Prevention Analysis) આ માહિતી શેર કરી છે. કંપનીએ તેના રિપોર્ટમાં ઘણી વધુ માહિતી જાહેર કરી છે.

૧૪ મિલિયન ચોરી કરવામાં આવ્‍યા

ક્રેડિટ કાર્ડને કર્યા બ્‍લોક

કંપનીએ કહ્યું કે તેણે ૧૪ મિલિયન ચોરાયેલા ક્રેડિટ કાર્ડ્‍સને બ્‍લોક કર્યા છે અને ૩.૩ મિલિયન એકાઉન્‍ટ્‍સ ફ્રીઝ કરી દીધા છે જે આ કાર્ડ્‍સનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઉપરાંત કંપનીએ વર્ષ ૨૦૨૩માં ૩.૫ મિલિયન ચોરાયેલા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરવાનું પણ બંધ કરી દીધું છે. આ સમયગાળા દરમિયાન તેણે આવા ૧.૧ મિલિયન એકાઉન્‍ટ્‍સ પર પ્રતિબંધ મૂકયો છે જે ગુપ્ત રીતે ખરીદી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

એપલ સ્‍ટોરના નિયમોના કારણે ઓછી થઇ ફ્રોડની ઘટનાઓ

એપલે પોતાના રિપોર્ટમાં કહ્યું કે એપલ સ્‍ટોરના નિયમોના કારણે યૂઝર્સ સાથે છેતરપિંડીની ઘટનાઓ ઘટી રહી છે, કંપનીએ જણાવ્‍યું કે વર્ષ ૨૦૨૩માં તેણે લગભગ ૩૭૪ મિલિયન ડેવલપર્સ અને કસ્‍ટમર એકાઉન્‍ટને સમાપ્ત કર્યા છે. છેતરપિંડીની સમસ્‍યાને કારણે લગભગ ૯૧ હજાર ડેવલપર્સની નોંધણી પણ નકારી કાઢવામાં આવી છે. કંપનીએ વર્ષ ૨૦૨૩માં ૧ લાખ ૧૮ હજારથી વધુ એકાઉન્‍ટ્‍સને બ્‍લોક કરી દીધા હતા, જેથી તેઓ ફ્રોડ એપ્‍સ ડેવલપ ના કરી શકે

(4:36 PM IST)