તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ભગવાન જગન્નાથજીના દર્શને નરેન્દ્રભાઇઃ પુરીમાં ભવ્ય રોડ-શો
મોદી...મોદી.. ના નારા ગુંજ્યાઃ પુષ્પવર્ષા કરાઇ

નવી દિલ્હી,તા. ૨૦: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ સવારે આઠ વાગે રોડ શો કર્યો હતો. મોદીના સમર્થનમાં પુરીમાં ભગવાન જગન્નાથના મંદિર સુધી રસ્તાની બંને બાજુ સમર્થકોની ભીડ ઉમટી પડી હતી.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના મતદાનની વચ્ચે સોમવારે સવારે નરેન્દ્રભાઇ મોદીનો રોડ શો ઓડિશામાં થયો હતો. પીએમ મોદી આજે ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા છે. સવારે જ તેમના રોડ શોમાં રસ્તાઓ પર ભારે ભીડ એકઠી થઇ હતી. પીએમ મોદી જ્યારે લોકોનું અભિવાદન સ્વીકારીને ખુલ્લા વાહનમાં જઇ રહ્યા હતા ત્યારે રસ્તાની બંને બાજુ સમર્થકોની ભીડ એકઠી થઇ ગઇ હતી પીએમ મોદી સાથે પુરીના ઉમેદવાર સંવિદ પાત્રા પણ કારમાં જોવા મળ્યા હતા.
પીએમ મોદી આજે રાજ્યમાં બે રેલી કરશે. તેઓ અનુગલ અને કટકમાં જાહેર સભાઓ કરશે આ પછી તેઓ પヘમિ બંગાળ જશે જ્યાં તેઓ ઝારગ્રામમાં સભાને સંબોધશે. પીએમ મોદીની મુલાકાતે લઇને કમિશનરેટ પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
પુરીમાં ૨૫ મી મેના રોજ મતદાન છઠ્ઠા તબક્કામાં ૨૫મી મેના રોજ મતદાન થવાનું છ.ે ઓડિશાની ૨૧ લોકસભા સીટો માટે ચાર તબક્કામાં ચૂંટણી યોજાઇ રહી છે. અહીં પ્રથમ તબક્કામાં ૧૩ મે, બીજા તબક્કામાં ૨૦ મે, ત્રીજા તબક્કામાં ૨૫ મે અથવા ચોથા તબક્કામાં ૧ જૂને મતદાન થવાનું છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
