<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

રાયસીના મૃત્યુ બાદ ઈરાનમાં નવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત : વિદેશ મંત્રીની પણ નિમણૂક

મોહમ્મદ મોખ્બર 50 દિવસ સુધી રાષ્ટ્રપતિ રહેશે:આ સમયગાળા દરમિયાન ચૂંટણી યોજાશે.

ઈરાનના સર્વોચ્ચ નેતા ઈમામ અલી ખમેનીએ 5 દિવસના જાહેર શોકની જાહેરાત કરી છે. તેમજ ઉપપ્રમુખ મોહમ્મદ મોખ્બરને હંગામી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 50 દિવસ સુધી રાષ્ટ્રપતિ રહેશે. આ સમયગાળા દરમિયાન ચૂંટણી યોજાશે. આ સિવાય નવા વિદેશ મંત્રી અલી બઘેરી કાની હશે.

(6:51 PM IST)