તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
આગ્રામાં શુઝનાં કારોબારીઓનાં ઠેકાણાઓ પર ઈન્કમટેક્સની રેડ
આઈટીની રેડમાં કુલ ૫૩ કરોડ રૃપિયાની કેશ જપ્તઃહરિમિલાપ ટ્રેડર્સના માલિકના ઘરેથી મોટી સંખ્યામાં ચિઠ્ઠી મળી, ચિઠ્ઠીઓમાં ૨૦થી વધુ ચંપલ કારોબારીઓના નામ

આગ્રા, તા.૨૦
ઉત્તરપ્રદેશનાં આગ્રામાં શુઝનાં કારોબારીઓનાં ઠેકાણાઓ પર ઈક્નમ ટેક્સની રેડ ત્રણ દિવસ સુધી ચાલી છે. કારોબારીઓએ પલંગ, ગાદલા અને ચંપલના ડબ્બાઓમાં કેશને છુપાઈને રાખી હતી. આઈટીની રેડમાં કુલ ૫૩ કરોડ રૃપિયાની કેશ જપ્ત કરવામાં આવી છે. ઈક્નમ ટેક્સ વિભાગની રેડમાં સૌથી મોટો ખુલાસો થયો છે, તે ખુલાસો ચિઠ્ઠીથી કારોબાર કરવાનો છે.
વિશ્વમાં જાણીતા આગ્રમાં ચંપલનો કારોબાર લગભગ ૨૦ હજાર કરોડ રૃપિયાનો છે. આ કારોબારમાં નોટની જગ્યાએ ચિઠ્ઠીથી મોટી લેવડદેવડ થાય છે. તેમાં મોટા કારોબારીઓ સામાન્ય કમીશન કાપીને ચિઠ્ઠીથી કરોડો રૃપિયાની ચુકવણી કરે છે. ઘરેલુ ચંપલનો કારોબાર ઉધાર પર વધુ નિર્ભર કરે છે. ટ્રેડર્સ અને મોટા કારીબારીઓ નાના કારોબારીઓને તાત્કાલિક ચુકવણી કરવાની જગ્યાએ ચિઠ્ઠી બનાવીને આપી દે છે. તેની પર તારીખ અને સમયગાળો લખેલો હોય છે. નિયત તારીખ પર ચિઠ્ઠી આપનાર મોટા કારોબારીઓ પાસેથી નાના કારોબારીઓ પેમેન્ટ પ્રાપ્ત કરી લે છે. આ કામ બે નંબરમાં ચાલે છે. તેના પગલે એક તરફ વેપારમાં કેશ જોવા મળતી જ નથી તો બીજી તરફ મોટા પાયે ટેક્સમાં પણ હેરાફેરી થઈ જાય છે. ચિઠ્ઠીઓનો આ ખેલ ૧૦૦થી વધુ મોટા કારોબારીઓની સાખ પર ચાલી રહ્યો છે. ચિઠ્ઠીઓને વટાવવા બદલ ત્રણ ટકા સુધીનું વ્યાજ લેવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઈક્નમ ટેક્સ વિભાગને હરિમિલાપ ટ્રેડર્સના માલિકના ઘરેથી મોટી સંખ્યામાં ચિઠ્ઠીઓ મળી છે. આ ચિઠ્ઠીઓમાં ૨૦થી વધુ ચંપલ કારોબારીઓના નામ છે. કારોબારીઓ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા એક મહિનાથી ચૂંટણીઓના કારણે ચિઠ્ઠીઓની ચુકવણી થઈ રહી નહોતી. કેશ જપ્ત થવાના ડરથી કારોબારીઓ ચિઠ્ઠીઓ જ લઈ રહ્યાં હતા. ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ તેને વટાવવાની શરૃઆત થઈ ગઈ, જેની જાણ ઈક્નમ ટેક્સ વિભાગને થઈ ગઈ હતી.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
