<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

૮-૮ વાર મતદાન કરનાર છોકરો આખરે ઝડપાયો

ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ :મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા

લખનૌ, તા.૨૦

દેશભરમાં હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. ત્યારે આજે દેશના ૬ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાનનો પાંચમો રાઉન્ડ થઈ રહ્યો છે.

લોકસભાની ૪૯ બેઠકો પર અનેક દિગ્ગજોનું ભાવિ દાવ પર લાગેલું છે. જેમાં યુપીની અમેઠી અને રાયબરેલી સીટ પણ સામેલ છે. રાયબરેલીથી રાહુલ ગાંધી પોતે મેદાનમાં છે. બિહાર અને મહારાષ્ટ્રમાં પણ કેટલીક હાઈપ્રોફાઈલ સીટો છે.

ઉત્તર પ્રદેશમાં યુવક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુવકે ભાજપના ઉમેદવારને ૮ વખત મત આપ્યાં હતાં. એટલું જ નહીં આ મતદાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેણે જુદા જુદા મતદારના નામે મતદાન કર્યા હતા. જેને કારણે ચૂંટણી પંચે કડક કાર્યવાહી હાથ ધરી છે. એ યુવકને હાલ ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છેકે, ચૂંટણીમાં હાર ભાળી ગયેલી ભાજપ બૂથ કેપ્ચરિંગ પર ઉતરી આવી છે.

એક આંકડો એવું પણ દર્શાવે છેકે, જો આજે પાંચમાં તબક્કાની કુલ ૪૯ સીટો પર ૬૩ ટકા મતદાન થશે તો છેલ્લાં ૧૫ વર્ષનો રેકોર્ડ તૂટી જશે. છઠ્ઠા તબક્કાનું મતદાન ૨૫ મે ના રોજ થશે. જેમાં દેશના ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ ૫૮ બેઠકો પર મતદાન થશે.

(7:57 PM IST)