<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

નકલી મતદાનનો વિડીયો થયો વાયરલ : પોલિંગ બૂથના તમામ સભ્યો સસ્પેન્ડ: આરોપીની ધરપકડ

સપાએ ફરિયાદમાં લખ્યું - 'એક જ છોકરો 8-8 વાર વોટ આપી રહ્યો છે, બધા વોટ બીજેપીને આપ્યા,એક વ્યક્તિ ફક્ત એક જ વોટ આપી શકે છે, તો એક જ છોકરાએ 8 વોટ કેવી રીતે નાખ્યા?

એટાહમાં નકલી મતદાનનો વીડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ કાર્યવાહી કરી છે. એટાહમાં નકલી મતદાનના વાયરલ વીડિયોના નોંધ લેવામાં આવી છે. પોલીસે યુવકની પણ ધરપકડ કરી છે. આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

   જ્યારે આ મામલે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ વાયરલ વિડિયો પર સમાજવાદી પાર્ટીના મીડિયા સેલની ફરિયાદ પર કાર્યવાહી કરી, જ્યાં તેમણે એટાહના એક મતદાન મથક પર 8 વખત એક છોકરાનો મત આપ્યો હોવાનો વીડિયો શેર કર્યો હતો. સપાએ પોતાની ફરિયાદમાં લખ્યું - 'એક જ છોકરો 8-8 વાર વોટ આપી રહ્યો છે, બધા વોટ બીજેપીને આપવામાં આવ્યા છે, એક વ્યક્તિ ફક્ત એક જ વોટ આપી શકે છે, તો એક જ છોકરાએ 8 વોટ કેવી રીતે નાખ્યા? આ માત્ર એક વીડિયો છે, આવી ઘણી ઘટનાઓ બની છે જે પ્રકાશમાં નથી આવી. શું આ નિષ્પક્ષ ચૂંટણી છે? ચૂંટણી પંચે જવાબ આપવો જોઈએ.

  તેણે પોતાની ફરિયાદમાં આગળ લખ્યું- 'અમે શરૂઆતથી કહેતા આવ્યા છીએ કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે, ખુલ્લેઆમ ભાજપની તરફેણમાં અપ્રમાણિક કૃત્યો કરી રહ્યું છે, આ તમામની તપાસ થશે અને પગલાં લેવાશે તે નિશ્ચિત છે. સત્ય છુપાશે નહીં તે પણ ચૂંટણી પંચે જાણી લેવું જોઈએ કે બેઈમાનીનો જવાબ કડક કાયદાકીય કાર્યવાહી થશે.

  વીડિયો જાહેર કરતી વખતે કોંગ્રેસે લખ્યું- ચૂંટણી પંચ સર, તમે જોઈ રહ્યા છો... એક છોકરો 8-8 વાર વોટ કરી રહ્યો છે. જાગો હવે. આ વાયરલ વીડિયો ફર્રુખાબાદ લોકસભાના એટા જિલ્લાની અલીગંજ વિધાનસભાના બૂથ નંબર 343 ખીરિયા પમરન પોલીસ સ્ટેશનનો છે.

  એટા પોલીસે વાયરલ વીડિયોમાં નકલી મત આપનાર યુવક અનિલ સિંહના પુત્ર રાજન સિંહની ધરપકડ કરી છે. આ ઉપરાંત બૂથ પર તૈનાત પોલિંગ પાર્ટીના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવા અને તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

(8:05 PM IST)