તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
IPL 2024: જો આમ થશે તો KKR ક્વોલિફાયર રમ્યા વિના ફાઇનલમાં પહોંચશે: જાણો નિયમો
જો પ્રથમ ક્વોલિફાયર મેચ વરસાદને કારણે રદ થાય તો ....... પોઈન્ટ ટેબલમાં સ્થાન/રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે

IPL 2024 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. લીગ તબક્કાની તમામ 70 મેચો રમાઈ છે. હવે પ્લેઓફ 21 મે મંગળવારથી શરૂ થશે. પ્લેઓફમાં પ્રથમ ક્વોલિફાયર મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે 21 મેના રોજ રમાશે. બંને ટીમો વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. શું તમે જાણો છો કે જો આ મેચમાં વરસાદ પડે છે અને આ મેચ રદ થાય છે, તો KKR ટીમ ક્વોલિફાયર મેચ રમ્યા વિના ફાઇનલમાં પહોંચી જશે.
ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. ફાઈનલ મેચ માટે જ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. IPL 2024ની ફાઈનલ મેચ 26 મે, રવિવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
જો વરસાદ ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચોમાં વિક્ષેપ પાડે છે, તો ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ હશે. જો પાંચ ઓવરની મેચ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો એવી સ્થિતિ ઊભી થાય કે સુપર ઓવર પણ ન થઈ શકે, તો પોઈન્ટ ટેબલમાં સ્થાન/રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે.
જો કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરેજર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ક્વોલિફાયર મેચ વરસાદને કારણે રદ થઈ જાય છે, એટલે કે સુપર ઓવરની સ્થિતિ સર્જાઈ શકતી નથી, તો પોઈન્ટ ટેબલમાં ટોચ પર હોવાને કારણે KKRની ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે , હૈદરાબાદે બીજી ક્વોલિફાયર મેચ રમવી પડશે. લીગ તબક્કાના અંત સુધી, KKR પ્રથમ સ્થાને છે, સનરાજર્સ હૈદરાબાદ બીજા સ્થાને છે, રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા સ્થાને છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
