તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ચારધામ યાત્રાને લઈને ઉત્તરાખંડ સરકારનો મોટો નિર્ણય: 31 મેં સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રહેશે
સરકારે યાત્રિકોને રજીસ્ટ્રેશન દરમિયાન આપેલી તારીખે જ મુલાકાત લેવા અને તેમનો મેડિકલ હિસ્ટ્રી નહીં છુપાવવા માટે પણ વિનંતી કરી

ઉત્તરાખંડઃ 10 મેથી ચારધામ યાત્રા શરૂ થઈ ત્યારથી જ ભક્તોની ભારે ભીડ જામી રહી છે. દિવસે દિવસે વધતી જતી શ્રદ્ધાળુઓની સંખ્યાને કારણે તંત્ર ભાંગી પડ્યું છે. લાંબી કતારો અને વાહનોના ટ્રાફિક જામ વચ્ચે લોકો કલાકો સુધી દર્શન માટે રાહ જોતા જોવા મળે છે. આવી સ્થિતિમાં હવે ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન 31મી મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે
. પ્રવાસની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ આ અંગે જરૂરી દિશાનિર્દેશો આપ્યા છે. સરકારે યાત્રિકોને રજીસ્ટ્રેશન દરમિયાન આપેલી તારીખે જ મુલાકાત લેવા અને તેમનો મેડિકલ હિસ્ટ્રી નહીં છુપાવવા માટે પણ વિનંતી કરી છે. જેથી પ્રવાસ સુખદ રહે
રજીસ્ટ્રેશન તારીખ પહેલા જ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેના કારણે યાત્રિકોની સંખ્યામાં ભારે વધારો થતા તંત્ર કથળવા લાગ્યું છે. આ જ કારણ છે કે ચારધામ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે.
(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
