<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

CSKના પરાજય બાદ રાંચી પહોંચ્યો ધોની :માહીની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટયા : જુઓ વિડિઓ

ધોની પરિવાર સાથે બેંગ્લુરુથી રાંચી પહોંચ્યો, રાંચી એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ ધોનીને જોવા માટે પહોંચ્યા

મુંબઈ :આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની સફર સમાપ્ત થઈ ગઈ છે. ચેન્નાઈની ટીમને તેમની છેલ્લી લીગ મેચમાં 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ચેન્નાઈની ટીમ પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી. ત્યારે હવે સીએસકેનો પૂર્વ કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર બેટ્સમેન એમએસ ધોની પોતાના પરિવાર સાથે રાંચી પરત ફર્યો છે. રાંચીમાં માહીની ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ફેન્સ ભેગા થયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

એમએસ ધોની પરિવાર સાથે બેંગ્લુરુથી રાંચી પહોંચ્યો હતો. રાંચી એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફેન્સ ધોનીને જોવા માટે પહોંચ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એમએસ ધોની ફેન્સની વચ્ચેથી નીકળીને સીધો જઈને કારમાં બેસી જાય છે. આ દરમિયાન માહીએ કોઈની સાથે વાતચીત કરી ન હતી. એમએસ ધોની પોતાના પરિવાર સાથે કારથી ઘર માટે રવાના થઈ ગયા હતા.

આઈપીએલ 2024માં એમએસ ધોનીએ 14 મેચમાં 53ની એવરેજથી 161 રન બનાવ્યા છે. હાલ તેના રિટાયરમેન્ટની ચર્ચા ચાલી રહી છે. જો કે, માહીએ અત્યાર સુધીમાં પોતાના રિટાયરમેન્ટને લઈને કોઈ અપડેટ આપ્યું નથી.

(8:52 PM IST)