<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ઈબ્રાહિમ રઈસીના મોત બાદ કુર્દિસ્તાન વિસ્તારમાં ઉજવણી : મહસા અમીનીના શહેરમાં ફટાકડા ફોડ્યા

સાકેજ ઈરાનમાં હિઝાબ સામે વિરોધ પ્રદર્શનોનો ચહેરો બનેલી મહસા અમીનીનું ગૃહ શહેર ;મહસા અમીની ઈરાનમાં હિઝાબ સામે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતી હતી અમીનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી અને વિદેશ પ્રધાન અમીર અબ્દુલ્લાહિયાન સહિત અનેક ઉચ્ચ અધિકારીઓનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નિપજ્યું છે.

રઈસીનું હેલિકોપ્ટર રવિવારે ઈરાનના પૂર્વી અઝરબૈઝાન પ્રાંતમાં દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. દેશભરમાં તેમના મોતને લઈ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. અલબત દેશમાં રઈસીના મોતની ઉજવણી પણ કરવામાં આવી હતી, સોશિયલ મીડિયા પર અનેક વીડિયો સામે આવ્યા આવ્યા છે જેમાં રઈસીના મોતની ઉજવણી કરવામાં આવી હતી.

  રાષ્ટપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત બાદ ઈરાનના કુર્દિસ્તાન વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી. આ સાકેજ શહેરમાં લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. સાકેજ ઈરાનમાં હિઝાબ સામે વિરોધ પ્રદર્શનોનો ચહેરો બનેલી મહસા અમીનીનું ગૃહ શહેર છે.

   મહસા અમીની ઈરાનમાં હિઝાબ સામે વિરોધ પ્રદર્શનોમાં ભાગ લેતી હતી, જેને પગલે તે ઈરાનની મોરલ પોલીસના નિશાન પર હતી. હિઝાબ પહેર્યાં વગર બહાર નિકળવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી અને નિર્દયતાપૂર્વક મારઝૂડ કરી હતી. અમીનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

  મોત બાદ મહસા અમીની ઈરાનમાં મહિલાઓના અધિકારો માટે લડનાર હીરો તરીકે ઓળખવા લાગી હતી. તેના સમર્થનમાં દેશભરમાંથી મહિલાઓ માર્ગો પર ઉતરી આવી હતી. ફક્ત 22 વર્ષની મહસા અમીની ઈરાન ઉપરાંત વિશ્વના અન્ય ભાગના લોકોનો અવાજ બની ગઈ હતી. મહસા અમીનીના શહેરમાં ઈરાનના રાષ્ટ્રપતિ રઈસી સામે ભારે ગુસ્સો છે, જે તેમના મૃત્યુ બાદ પણ સામે આવ્યો છે.

(11:38 PM IST)