તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 21st May 2024
PMLAના મની લોન્ડરિંગથી કોઈ લેવા-દેવા નથી: તેનો મતલબ 'પ્રધાન મંત્રીની લાલ આંખ' : કપિલ સિબ્બલ
ભાજપની આગેવાની હેઠળ આવનારી કેન્દ્ર સરકાર તપાસ એજન્સિઓનો બીન જરૂરી ઉપયોગ કરી રહી છે

નવી દિલ્હી : રાજ્યસભા સદસ્ય અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સોમવારે આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળ આવનારી કેન્દ્ર સરકાર તપાસ એજન્સિઓનો બીન જરૂરી ઉપયોગ કરી રહી છે. વધુમાં એ પણ કહ્યું કે, એન્ટફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેને પ્રીવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) દ્વારા વિપક્ષના નેતાઓને નિશાન બનાવી રહ્યું છે. તેમનું મની લોન્ડરિંગ મામલે કોઈ લેવા-દેવા નથી. સિબ્બલે કહ્યું કે પીએમએલએનો મતબલ ‘પ્રધાનમંત્રીની લાલ આંખ.’
એએનઆઈની સાથે વાતચીતમાં રાજ્યસભા સાંસદે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના તે ભાષણને લઈને પણ પોતાની ટીપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, દેશની સંપત્તિ પર પહેલો હક મુસલમાનનો છે. સિબ્બલે પૂર્વ પીએમનો બચાવ કરતા કહ્યું કે, તેમણે એવું પણ નહોતું કહ્યું. તેમનું હમેશાંથી એ કહેવું હતું કે જે સૌથી પાછળની લાઈનમાં ઊભો હશે, જે સૌથી વઘારે પછાત લોકો હશે, તેમનો હક દેશના સંસાધનો પર છે. ચોક્કસ પણે ભારતના મુસલમાનો સૌથી પછાત છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
