<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ૩૩મી પુણ્‍યતિથિ : દેશભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ

નવી દિલ્‍હી, તા.૨૧: ૨૦ ઓગસ્‍ટ, ૧૯૪૪માં જન્‍મેલા સ્‍વ. વડાપ્રધાન રાજીવ ગાંધીની ૨૧ મે, ૧૯૯૧ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્‍બુદુરમાં એક ચૂંટણી રેલી દરમિયાન લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (એલટીટીઈ)ના આત્‍મઘાતી બોમ્‍બર દ્વારા હત્‍યા કરવામાં આવી હતી. આજે તેમની ૩૩મી પુણ્‍યતિથિ છે. પાટનગરમાં શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખરગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ટ્‍વીટ કરી પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્‍યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

(1:25 PM IST)