News of Saturday, 25th May 2024
NIAના હાથે કેફે બ્લાસ્ટમાં લશ્કરનો આતંકવાદી શોએબ મિર્ઝા ઝડપાયો:ષડયંત્રના અનેક ખુલશે
NIAએ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી; આ કેસમાં અત્યાર સુધી NIAની ટીમે 11 જગ્યાએ દરોડા પાડ્યા.

રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. NIAએ ચાર રાજ્યોના 11 શહેરોમાં દરોડા પાડ્યા હતા. આ પછી બ્લાસ્ટના અન્ય એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ શોએબ અહેમદ મિર્ઝા તરીકે થઈ છે. તે તેના આતંકવાદી સંગઠનના સાથીદારોમાં છોટુ તરીકે ઓળખાય છે. 35 વર્ષનો આરોપી કર્ણાટકના હુબલી શહેરનો રહેવાસી છે. શોએબ અગાઉ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો છે અને એક કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે અને તે સજા પણ ભોગવી ચૂક્યો છે
NIAની તપાસમાં ખુલાસો થયો છે કે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શોએબ મિર્ઝાએ જેલમાંથી છૂટ્યા બાદ એક નવું ષડયંત્ર (રામેશ્વરમ બ્લાસ્ટ કેસ)ને અંજામ આપવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીની માહિતી સામે આવી છે કે વર્ષ 2018માં જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે અન્ય આરોપી અબ્દુલ મતીન તાહાની મદદ કરી હતી
તેણે તાહાને એક ઓનલાઈન હેન્ડલર સાથે પરિચય કરાવ્યો. એવું માનવામાં આવે છે કે આ હેન્ડલર હાલમાં કોઈ અન્ય દેશમાં છે. આ સિવાય તેણે તાહાને તેમની વચ્ચે એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન માટે એક ઈમેલ આઈડી પણ આપ્યો હતો
(12:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
