News of Saturday, 25th May 2024
કયાંક આકરો તાપ તો કયાંક વરસાદ- બરફવર્ષા દેશના વિવિધ રાજયોમાં અલગ-અલગ વાતાવરણ

નવી દિલ્હીઃ દેશના વિવિધ ભાગોમાં હવામાન બદલાઈ રહ્યું છે. કયાંક આકરી ગરમી પડી રહી છે, કયાંક વરસાદ પડી રહ્યો છે તો કયાંક કરા પડી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં વરસાદ બાદ કરા પડ્યા. કાળઝાળ ગરમીને જોતા હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને ૨૫ મે સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.આ રાજ્યોમાં પડશે આગ ઝરતી ગરમી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૬ મે, ૨૦૨૪ ના રોજ પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પヘમિી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગો અને પヘમિ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં હીટ વેવની સંભાવના છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ સ્થળોએ હીટ વેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. IMDએ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૨૭ અને ૨૮ મેના રોજ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત, ઉપ-હિમાલયન પヘમિ બંગાળ અને સિક્કિમમાં ૨૭ અને ૨૮ મે, ૨૦૨૪ ના રોજ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. જયારે ઓડિશામાં ૨૬ મે ૨૦૨૪ ના રોજ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.પヘમિ બંગાળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ.
હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં ૨૭ અને ૨૮ મે, ૨૦૨૪ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ૨૬ મે ૨૦૨૪ની સાંજે બાંગ્લાદેશ અને પヘમિ બંગાળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે, જેના કારણે ત્યાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD એ ૨૬-૨૭ મેના રોજ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
