<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

૧૯૬૨માં ચીન સામે હાર માટે કોંગ્રેસ જવાબદારઃ નરેન્‍દ્રભાઇ

કોગ્રેસ ઘોર સાંપ્રદાયિક, ઘોર જાતિવાદી અને ઘોર પરિવારવાદી છે

શિમલાઃ વડાપ્રધાન મોદી એ ૧૯૬૨માં ચીન સામે હાર માટે કોંગ્રેસને જવાબદાર ગણાવીને તેના પર આંતરરાષ્‍ટ્રીય જોખમો સામે લડવામાં નબળી અને બિન અસરકારક હોવાનો આક્ષેપ કર્યો.તેમણે કહયું કે બીજી તરફ તેમની સરકાર છે જે દેશના વિરોધીઓ વિરૂધ્‍ધ નિર્ણાયક રીતે જણાવી કાર્યવાહી કરે છે.

તેમણે કહયું કે તેમના નેતૃત્‍વમાં ભારત કયારેય મદદની ભીખ નહી માંગે પણ પોતાની લડાઇ જાતે લડશે. તેમણે દાવો કર્યો કે અત્‍યાર સુધીમાં થયેલા પાંચ તબકકાના મતદાનમાં ભાજપા અને એનડીએને બહુમઁતીથી વધારે બેઠકો મળી ચૂકી છે. ેમાં હિમાચલની ચાર બેઠકો ૈઉમેરાશે તો સોનામાં સુંગંધ ભળશે.

વડાપ્રધાને કહયું કે પાલનપુરમાં થયેલ ભાજપા કાર્યકારિણીની મીટીંગમા જ ભવ્‍ય રામમંદિરનો સંકલ્‍પ લેવાયો હતો,આજે અયોધ્‍યામાં રામલલા બિરાજમાન છે પણ કોગ્રેસ ેતેનાથી ખુશ નથી કાગ્રેસને એવું ભારત પસંદ છે જયાં ગરીબી હોય, સંકટહોય, પ્રજા સમસ્‍યાઓથી ઘેરાયેલી હોય એટલે તે દેશમાં જૂની સ્‍થિતી પાછી લાવવા માંગે છે. એટલે કાગ્રેસ કહી રહી છે કે જો અમે સત્તા પર આવશું તો ૩૭૦ પાછી અને સીએએને ખતમ કરશું તેમણે કહયું કોંગ્રેસમાં પણ વાતો કોમન છે. તે. ઘોર સાંપ્રદાયિક છે,ઘોર જાતિવાદી છે અને ઘોર પરિવારવાદી છે

(3:14 PM IST)