તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Saturday, 25th May 2024
બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાષાી પહોંચ્યા દુબઈઃ દરબાર અને ૩ દિવસની કથાનું આયોજન
દુબઈ ખાતે અબ્દુલ્લા ગ્રુપના ચેરમેન ડૉ.બી.યુ.અબ્દુલ્લાએ સ્વાગત કર્યું : ભારતની જેમ સ્વાગત માટે ભક્તોની ભીડ જામી

દુબઈ,તા.૨૫ : બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાષાી ઇસ્લામિક દેશ યુએઈ પહોંચ્યા છે, દુબઈ પહોંચ્યા બાદ ધીરેન્દ્ર શાષાીએ યુનાઇટેડ આરબ અમીરાતના ખૂબ વખાણ કર્યા હતા.તેમણે દુબઈમાં ડેઝર્ટ સફારી પણ માણી હતી.આવતીકાલ ૨૬મી સુધી દુબઈમાં દરબાર લગાવ્યો છે અને ૩ દિવસની કથા પણ કરનાર છે.
બાબા બાગેશ્વર ધામે એક વીડિયોમાં કહ્યું હતું કે, પહેલીવાર દુબઈ આવ્યા છીએ. આ એક એવી ભૂમિ છે જે અદ્ભુત છે, દુનિયાભરના લોકો વસે છે. અહીં આવીને ખૂબ જ ખુશ છીએ.
દુબઈમાં ધીરેન્દ્ર શાષાીનું અબ્દુલ્લા ગ્રુપના ચેરમેન ડૉ.બી.યુ.અબ્દુલ્લાએ ગ ુલાબ આપીને સ્વાગત કર્યું હતું. ત્યાં રહેતા ભારતીયો પણ તેમનું સ્વાગત કરવા આવ્યા હતા. ત્યાં પણ ભારતની જેમ તેમના ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
