News of Saturday, 25th May 2024
રાજકોટ સયાજી હોટલ પાછળ TRP ગેમ ઝોનમાં લાગેલ ભયાનક આગમાં 3 બાળકોના કરૃણમોત :મૃતદેહો પુરેપુરા ભડથું થઇ ગયા: અનેક લોકો ફસાયાની આશંકા

રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, આગની આ ઘટનામાં ત્રણ બાળકોના મૃત્યુ થયા છે,
આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગના ધૂમાડા 3 કિલોમીટર સુધી દેખાઈ રહ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું.નથી
વધુ વિગત મેળવાઈ રહી છે
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
