<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

હાર્દિક પંડયા પત્નીથી અલગ થશે તો પ્રોપર્ટીનો કેટલો હિસ્સો નતાશા ટેનકોવિકને મળશે ?જાણો

હાર્દિક દરેક ODI મેચમાં 20 લાખ રૂપિયા, ટેસ્ટ મેચ દીઠ 30 લાખ રૂપિયા અને દરેક T20 મેચ રમવા માટે 15 લાખ રૂપિયા કમાય છે

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા તેની અંગત જિંદગીને લઈને ઘણો ચર્ચામાં છે. હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાના છૂટાછેડા થવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જો કે, બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

   અહેવાલો અનુસાર, તે સામે આવ્યું છે કે નતાશા હાર્દિક પંડ્યાની 70 ટકા સંપત્તિ લેશે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ આની ચર્ચા થઈ રહી છે

   વિશ્વ ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની હાલમાં અંદાજિત નેટવર્થ રૂપિયા 91 કરોડ છે. રિપોર્ટ અનુસાર, હાર્દિક દરેક ODI મેચમાં 20 લાખ રૂપિયા, ટેસ્ટ મેચ દીઠ 30 લાખ રૂપિયા અને દરેક T20 મેચ રમવા માટે 15 લાખ રૂપિયા કમાય છે.

  હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિકે થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ બદલી હતી. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી તેના પતિ હાર્દિકનું નામ હટાવી દીધું છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો હાર્દિકે તેની 70 ટકા સંપત્તિ નતાશાને આપવી પડશે. સોશિયલ મીડિયા પર આ અંગેની ઘણી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે

 . પંડ્યા પાસે કરોડોની સંપત્તિ છે. આવા સંજોગોમાં મિલકતનો આટલો મોટો હિસ્સો પત્નીને ભરણપોષણ તરીકે આપવો એ પોતાનામાં જ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે

(7:13 PM IST)