<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડની તપાસ માટે IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની રચના

રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના કરાઈ : બંછાનિધિ પાની ,એચ.પી.સંઘવી .જે,એન, ખડીયા અને એમ,બી,દેસાઈ જેવા સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ: 72 કલાકમાં આપશે પ્રાથમિક રિપોર્ટ

રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગમાં 24ના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઘટનામાં 24 લોકોના મોત થયા છે, દરમિયાન રાજ્ય સરકારના નિર્દેશ બાદ SIT ની રચના કરાવામાં આવી છે

  રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિ કાંડની તપાસ માટે રાજ્ય સરકારની સૂચનાથી SITની રચના કરવામાં આવી છે સિનિયર IPS સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ SITની રચના કરાઈ છે જેમાં બંછાનિધિ પાની ,એચ.પી.સંઘવી .જે,એન, ખડીયા અને એમ,બી,દેસાઈ જેવા સિનિયર પોલીસ અધિકારીઓનો SITમાં સમાવેશ કરાયો છે

  એસઆઇટીની ટિમ પ્રાથમિક અહેવાલ 72 કલાકમાં આપશે ત્યારબાદ વિગતવાર રિપોર્ટ પણ 10 દિવસમાં સરકારને સુપરત કરશે

 

(11:23 PM IST)