News of Monday, 27th May 2024
રાજકોટ અગ્નિકાંડ રાજકોટના ટીપીઓ સાગઠીયાની જગ્યાએ રૂડાના સિનિયર ટાઉન પ્લાનર પંડ્યાને મૂકવામાં આવ્યા: ચોક્કસ અધિકારીઓની ધરપકડ અને આરોપી બનાવવા સુધીના આકરા પગલાઓ આવી રહ્યાની ચર્ચા

રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયાની જગ્યાએ તેમનો ચાર્જ રૂડાના સિનિયર ટાઉન પ્લાનર પંડ્યાને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પંડ્યાજી હાલમાં કાશ્મીર ગયા હોવાનું જાણવા મળે છે. સાગઠીયાને ક્યાં મુક્યા તે જાણવા મળતું નથી.
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના પગલે ચોક્કસ અધિકારીઓને આરોપી તરીકે જોડવામાં આવે તેવી પૂરી શક્યતા.
પોલીસ તંત્ર અને આર એમ સી સાથે સંકળાયેલા બે ચોક્કસ અધિકારીની ધરપકડો સુધીના આકરા પગલા લેવાય તેવા સંકેતો ચર્ચાઈ રહ્યા છે. સત્તાવાર વિગતો મેળવાઇ રહી છે
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
