News of Monday, 27th May 2024
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ કેસમાં વધુ એક આરોપી ધવલ ઠક્કરની અટકાયત
બનાસકાંઠા LCBએ ધવલ ઠક્કરની આબુરોડથી કરી અટકાયત:આબુરોડની બજારમાંથી અટકાયત, ધવલ ઠક્કર પોતાના સંબંધીને ત્યાં છુપાયો હોવાની મળી હતી બાતમી

રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા એલસીબી ટીમે અટકાયત કરી છે. બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે. આબુરોડની બજારમાંથી પોલીસે કરી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ શહેરમાં TRP ગેમઝોનમાં લાગેલી આગમાં કુલ 27 લોકોના મોત થયા છે. હવે આ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ આગકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં વધુ તપાસ માટે ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
