News of Wednesday, 29th May 2024
પતિ ઘરની બહાર ગયો પછી ‘તેની' એન્ટ્રી થઇઃ કૂલરે ખોલી નાખ્યું પત્નીનું સિક્રેટ
કોઈએ આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો

જયપુર,તા. ૨૯: પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે. કપલ ભલે દૂર રહેતું હોય પણ વિશ્વાસ હોય તો બંને પોતાનો પ્રેમ જાળવી રાખી શકે છે. પરંતુ ઘણી વખત કપલ સાથે રહીને પણ એકબીજા સાથે છેતરપિંડી કરે છે. જયારે બે લોકો વચ્ચે કોઇ ત્રીજું આવે છે ત્યારે તે સંબંધને તૂટતા કોઈ રોકી શકતું નથી. છેતરપિંડી કરનાર થોડા દિવસો માટે તેના કૃત્યો છુપાવી શકે છે પરંતુ કોઇ દિવસ તો આખો ભાંડો બહાર આવે જ છે. આવું જ કાંઇ આ વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
કપલ વચ્ચે ફ્રોડની આવી જ વાત સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઇ રહી છે. આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, જયારે પતિ ઘરમાં ન હતો ત્યારે પરણીતાએ તેના પ્રેમીને ફોન કર્યો. પરંતુ આ વાતની જાણ તેના સાસુ-સસરાને થઇ ગઇ હતી. જેથી સાસુ સસરાએ રૂમમાં જઈને તેની પુત્રવધૂના કારનામાનો ખુલાસો કર્યો. જયારે લોકો રૂમમાં ગયા ત્યારે તે અંદર એકલી જ દેખાતી હતી. પરંતુ જયારે રૂમમાં આ પરિવારે તપાસ કરી ત્યારે તેનો પ્રેમી કૂલરની અંદર છુપાયેલો હતો.
વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલા રૂમમાં એકલી હોય છે, કેટલાક લોકોએ પહેલા મહિલાને પૂછ્યું કે શું રૂમમાં બીજું કોઈ છે? મહિલાએ આ વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે, તે રૂમમાં એકલી જ છે. પરંતુ લોકોએ રૂમની તપાસ શરૂ કરી. પલંગની અંદર, કબાટની અંદર બધે શોધ્યું કોઇ ક્યાંય ન મળ્યું. અંતે જયારે કૂલરને ઊંધુ કરીને જોયું તો ત્યાં એક વ્યક્તિ છુપાયેલો દેખાયો હતો.
કોઈએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જયાંથી તે વાયરલ થઇ રહ્યો છે. જોકે આ બાબતને ઘણા લોકોએ મજા પણ માણી હતી. એક વ્યક્તિએ લખ્યું કે, લોકો ખોટું સમજી રહ્યા છે, તે માણસ ખરાબ કુલરને ઠીક કરી રહ્યો હશે. જયારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, આ યુવાને પ્રેમીને છુપાવવાની એક નવી જગ્યા શોધી નાંખી છે. આ વીડિયો અત્યાર સુધીમાં લાખો વખત જોવાઇ રહ્યો છે. આ વીડિયો જોઇએ લોકોનું હસવાનું બંધ થતુ નથી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
