News of Wednesday, 29th May 2024
શિમલામાં ગરમીનો ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો
તાપમાન ૩૦.૬ ડિગ્રી સેલ્સિયસ : આ પહેલા ૨૦૧૪માં આટલી ગરમી પડી હતી

શિમલા તા. ૨૯ : ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં તો ઉનાળાની ભીષણ ગરમી પડી જ રહી છે, પણ જયાં હિલ-સ્ટેશનો આવેલાં છે એવા દેશના પહાડી પ્રદેશોમાં પણ આ વર્ષે ખૂબ ગરમી પડી રહી છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં ગરમીનો ૧૦ વર્ષનો રેકાઙ્ઘર્ડ તૂટ્યો છે અને અહીં તાપમાન ૩૦.૬ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. આ પહેલાં ૨૦૧૪માં આટલી ગરમી પડી હતી.
જોકે ૨૦૧૦માં શિમલામાં ૨૭ મેએ સૌથી હાઇએસ્ટ ૩૨.૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જોકે આ વખતની ગરમી જોઈને લાગે છે કે આ રેકોર્ડ પણ તૂટી જશે. બીજી તરફ હિમાચલ પ્રદેશના ઉનામાં તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી ૨૪ કલાક અહીં લૂની અસર રહેશે એવી આગાહી સાથે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે.
શિમલા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. તાપમાન વધવાની સાથે લોકોની પરેશાનીનો પાર નથી. બીજી તરફ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ થયું છે અને આગામી દિવસોમાં એ વધી શકે એમ છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ ગરમી છે. શ્રીનગરમાં તાપમાન ૩૦ ડિગ્રી રહ્યું હતું અને જૂનના પહેલા અઠવાડિયામાં આ તાપમાન ૩૦થી ૩૩ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
