તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 29th May 2024
ફાયર બોટલોની માંગ પણ વધી, લોકો જાગૃત થયા
અગ્નિકાંડની ઘટના બાદ ફાયરના સાધનોની ઇન્કવાયરી વધી !

નવી દિલ્હી, તા.૨૯: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. રાજકોટની ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય જાગૃત બન્યા છે. જાગૃત બનેલા નાગરિકો હવે ફાયર સુવિધાની દરકરાર કરતા થયા છે. દરકરાર કરતાં લોકો હવે ફાયર વિભાગની ચકાસણી કર્યા બાદ ઘર વપરાશ માટે લાગેલા ફાયરની બોટલ હોય કે કંપનીમાં લાગેલી ફાયરની બોટલો હોય તેમજ પેટ્રોલ પંપ કે મોટી બિલ્ડિંગમાં ફાયરની લાગેલી બોટલ હોય તેની ચકાસણી કરતા થયા છે. જો ફાયર બોટલમાં તારીખ વીતી ગઈ હોય કે પછી ફાયરની ઘટના બાદ જાગૃતિ આવી છે, જેના ભાગરૂપે ઇન્કવાયરીમાં વધારો થયો છે, જે અંગે ફાયર ક્ષેત્રમાં કામ કરતાં રીજીનીયલ મેનેજર બિર્જેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બાદ ઇન્કવાયરીમાં વધારો થયો છે. ઇન્કવાયરીની સાથે સાથે ૫૦થી ૬૦ ટકા જેટલી બોટલોની માંગ પણ વધી છે. એવરેજ અમારે ત્યાંથી પ્રતિદિન ૬૦૦ જેટલી બોટલો વેચાતી હતી. જેમાં છેલ્લા બે દિવસની અંદર ૧૦૦૦ જેટલી બોટલનું વેચાણ થયું છે.
રાજકોટની ઘટના બાદ લોકો તો જાગૃત થયા છે. મહત્વનું છે કે, આખા દેશની અંદર ૩૦૦૦ કરોડનું માર્કેટમાં ડિમાન્ડ વેલ્યુ ફાયરની બોટલો અને ફાયર સુવિધા માટેની છે. જેની સામે ફક્ત ૧૨૦૦ કરોડનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે, ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નીરસતા આગ જેવી ઘટનામાં કસૂરવાર બને છે. તેમજ તંત્રની રહેમ નજર તેમજ ફાયર પ્રત્યેની જાગૃતિના અભાવના કારણે લોકોની ખરીદીમાં અસર વર્તાઈ રહી છે. સાથે સાથે જાગૃતિના અભાવના કારણે રિફિલિગ નહીં થવાના પ્રશ્નો ઉદભવી રહ્યા છે. આમ તો ફાયરની બોટલમાં સામાન્ય રીતે ત્રણ વર્ષની અવધિ હોય છે. તેમાં પણ બોટલ રિફિલીંગ અને બોટલ હાઇડ્રો ટેસ્ટ ૩ વર્ષની અવધિ હોય છે, જ્યારે ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ માટે વપરાતા બોટલમાં ૫ વર્ષની અવધિ હોય છે. તેમાં પણ ગુણવતાયુક્ત પાવડરના અભાવે બોટલ હોવા છતાં આગને કાબૂમાં કરવામાં વિલંબ થઈ રહ્યો છે. એક વાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ના રાખતા હોય તેવા કિસ્સા મોખરે હોય છે, જેથી આશા રાખીએ લોકો પણ જાગૃતિ કેળવે અને ફાયર માટેની દરકાર કરે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
