<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

વડાપ્રધાન પોતાની નિવૃત જીવન યાત્રા શરૂ કરવા કન્‍યાકુમારી જઇ રહ્યા છેઃ જયરામ રમેશ

કોંગ્રેસ નેતાએ નરેન્‍દ્રભાઇના ધ્‍યાન સમય અંગે નિવેદન આપ્‍યું

નવી દિલ્‍હી તા. ર૯: નરેન્‍દ્રભાઇ તા. ૩૦ મે થી ૧ જુન દરમિયાન કન્‍યાકુમારી સ્‍થિત રોક મેમોરીયલ ખાતે ધ્‍યાનમાં બેસવાની માહિતિ સામે આવી છે. દરમિયાન કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ અંગે નિવેદન આપતા જણાવેલ કે, સાંભળ્‍યું છે કે વડાપ્રધાન ૩૦ મે અને ૧ જુન દરમિયાન ધ્‍યાન માટે કન્‍યાકુમારીના વિવેકાનંદ સ્‍મારક જઇ રહ્યા છે. યાદ રાખજો ર૦રર માં રાહુલે તેની ભારત જોડો યાત્રા અહીંથી જ શરૂ કરી હતી અને હવે વર્તમાન વડાપ્રધાન તેજ સ્‍થાનથી પોતાના નિવૃત જીવનની યાત્રા શરૂ કરવા જઇ રહ્યા છે.

(3:50 PM IST)