<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

આવનાર ૫ વર્ષની સ્‍વર્ણીમ ભારતના નિર્માણ માટે નિર્ણાયક ભૂમિકા : નરેન્‍દ્રભાઇ

બંગાળના મથુરાપુરમાં જંગી જાહેરસભાને પીએમ મોદીનું સંબોધન

કોલકત્તા તા. ૨૯ : નરેન્‍દ્રભાઇ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા મતદાન પહેલા આજે બંગાળ અને ઓડીશાના પ્રવાસે છે. તેમણે સૌ પ્રથમ બંગાળના મથુરાપુરમાં જંગી જાહેરસભાને સંબોધન કરી વિપક્ષી, ઇન્‍ડીયા ગઠબંધન પર તીખા પ્રહારો કર્યા હતા.

સભાને સંબોધતા નરેન્‍દ્રભાઇએ જણાવેલ કે, હું આજે તમારી સાથે કોલકત્તાના લોકોનો પણ આભાર વ્‍યકત કરૂં છું. કાલે સાંજે કોલકત્તામાં રોડ-શો દરમિયાન લોકોએ જે પ્રેમ - સ્‍નેહ આપ્‍યા તે હું કદી નહીં ભુલી શકું. તમારા પ્રેમ-સ્‍નેહમાં ચોખ્‍ખો સંદેશ છે કે ફરી એકવાર, મોદી સરકાર.

આ લોકસભા ચૂંટણી અનેક રીત અલગ છે. આ ચૂંટણી દેશના લોકો આગળ આવીને પોતે લડી રહ્યા છે. કેમકે જનતાએ ૧૦ વર્ષની વિકાસયાત્રા જોઇ છે અને ૬૦ વર્ષની દુર્ગતી પણ જોઇ છે. તમે યાદ કરો કે દેશના કરોડો ગરીબ જીવનની મૂળભૂત સુવિધાથી વંચીત હતા.

ભારત જેવા દેશમાં ભુખમરાની ખબરો તે સમયમાં સામાન્‍ય હતી. લોકોની માથે છત નહતી. મહિલાઓ ખુલામાં શૌચક્રિયા કરવા મજબુર હતી. પીવાનું પાણી ન હતું. ૧૮ હજારથી વધુ ગામોમાં વિજળી ન હતી. ઉદ્યોગો માટે સંભાવનાઓ પણ ન હતી. સૌથી મોટું દુર્ભાગ્‍ય એ હતું કે સુધાર માટે ચર્ચા પણ થતી ન હતી.

જ્‍યારે ભારત આજે નવીન ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને સમગ્ર વિશ્વ જોઇ રહ્યું છે. આજે દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે. આ બધુ તમારા એક વોટની તાકાતથી થયું છે. તમારા વોટે મોદીને મજબૂત બનાવ્‍યા છે અને મોદીની મજબુત સરકારે દુનિયામાં ભારતનો ઝંડો લહેરાવી દીધો છે.

આવનાર ૫ વર્ષ સ્‍વર્ણિમ ભારતના નિર્માણમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આ ખૂબ જ મોટો ટર્નીંગ પોઇન્‍ટ છે. જેની શરૂઆત ૪ જૂનથી થશે. વિકસીત ભારત માટે વિકસીત બંગાળનું નિર્માણ જરૂરી છે. આ ત્‍યારે જ શકય બનશે જ્‍યારે તમે એવા સાંસદને ચૂંટી જે આ વિઝનને લઇને ચાલે. એટલે બંગાળથી વધુમાં વધુ કમળ ચૂંટીને મોકલો એવા તમારા આશીર્વાદ જોઇએ છે

( IST)