તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 30th May 2024
લોકસભા ચૂંટણીના 7માં તબક્કામાં 299 ઉમેદવારો કરોડપતિ : જાણો સૌથી અમીર ઉમેદવારોના નામ
904 ઉમેદવારોમાંથી લગભગ 299 ઉમેદવારો કરોડપતિ: સૌથી ધનિક હરસિમરત કૌર બાદલની કુલ 198 કરોડ રૂપિયાની સંપત્તિ: કેન્દ્રપારાથી ભાજપના ઉમેદવાર બૈજયંત પાંડાની 148 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ:કુલ 904 ઉમેદવારોમાંથી 299 (33 ટકા) કરોડપતિ

નવી દિલ્હી :દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ પહેલા છ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. માત્ર સાતમો તબક્કો બાકી છે. તેનું મતદાન 1 જૂને થશે. આ સંદર્ભમાં કેટલીક એવી માહિતી જે દરેક ભારતીય મતદાતાના મગજમાં આવતી હોવી જોઈએ કે તેમના દેશના લોકસભા ઉમેદવાર કેટલા અમીર છે અને તેની પાસે કેટલી સંપત્તિ છે. સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશો સહિત દેશના 8 રાજ્યોમાં છેલ્લા તબક્કાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા માટે ચૂંટણી લડશે.
સાતમા તબક્કાના મતદાનમાં 904 ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં કેદ થવા જઈ રહ્યું છે. તેમાંથી લગભગ 299 ઉમેદવારો કરોડપતિ છે. તેમાંથી સૌથી ધનિક હરસિમરત કૌર બાદલ છે, જે પંજાબના ભટિંડાથી શિરોમણી અકાલી દળ (SAD)ના ઉમેદવાર છે. તેમની પાસે કુલ 198 કરોડ રૂપિયાની સંપત્તિ છે. આ પછી, ઓડિશાના કેન્દ્રપારાથી ભાજપના ઉમેદવાર બૈજયંત પાંડા છે, જેમની પાસે 148 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
ચંદીગઢથી ભાજપના ઉમેદવાર સંજય ટંડન પાસે 111 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ADR અને ધ નેશનલ ઇલેક્શન વોચે સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકસભા ચૂંટણી 2024 ના સાતમા તબક્કામાં લડતા તમામ 904 ઉમેદવારોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, 904 ઉમેદવારોમાંથી 299 (33 ટકા) કરોડપતિ છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
