<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

૪૦૦૦ વર્ષ પહેલા ઇજીપ્તના ડોકટરોએ કેન્‍સરની સારવારનો કર્યો હતો પ્રયાસ : રિસર્ચરોએ બે માનવ ખોપરીઓનું કર્યું વિશ્‍લેષણ

નવી દિલ્‍હી : ચાર હજાર વર્ષ જૂની ખોપરીઓના વિશ્‍લેષણથી જાણવા મળ્‍યું છે કે પ્રાચીન ઇજીપ્‍તના લોકોના કેન્‍સર અંગે ખબર હતી એટલું જ નહીં તેનો  ઇલાજ કરવાના પ્રયાસ પણ કરતા હતા. રિસર્ચરોને પુરાવાઓ મળ્‍યા છેક કે હજારો વર્ષ પહેલા ઇજીપ્‍તના ડોકટરોએ દર્દીઓના મગજનું ઓપરેશન કરીને ગાંઠ (ટયુમર) કાઢવાની કોશિશ કરી હતી.

ફ્રંટીયર ઇન મેડીકલ જર્નલમાં પ્રકાશિત આ રિસર્ચ, જર્મની, ઇંગ્‍લેન્‍ડ અને સ્‍પેનના રિસર્ચરોએ મળીને કર્યુ છે. રિસર્ચમાં લેવાયેલ યુવકની છે જ્‍યારે બીજી ખોપરી ઇસ્‍વીસન પુર્વે ૬૬૩ થી ૩૪૩ની એક ૫૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાની છે.

રિસર્ચરોને ખોપરીમાં નિશાન મળ્‍યા જે બીમારી ફેલાયાના સંકેત આપે છે. કેન્‍સરની ગાંઠોને ચાકુથી કાઢવાના નિશાન પણ મળ્‍યા રિસર્ચની લેખિકા તાતિયાનાએ જણાવ્‍યું કે અમે જાણવા માગતા હતા કે પ્રાચીન કાળમાં કેન્‍સર જેવી બિમારી હતી કે નહીં અને જો હતી તો તે કેટલી સામાન્‍ય હતી અને તે સમયના લોકો તેની સારવાર કેવી રીતે કરતા.

રિસર્ચના સહ લેખક આલ્‍બર્ટ ઇસિડ્રોએ કહ્યું કે અમને કેન્‍સરની ગાંઠના દર્દીઓની ખોપરીઓ પર ઓપરેશનના નિશાન મળ્‍યા. તેનાથી એવું લાગે છે કે ઇજીપ્‍તના ડોકટરો હજારો વર્ષ પહેલા કેન્‍સર જેવી બિમારોઓને સમજવા અને તેની સારવાર કરવાની કોશિષો કરી રહ્યા છે.

(2:42 PM IST)