News of Thursday, 30th May 2024
વ્યવસાયને સુરક્ષા પ્રદાન કરવા ટાટા એઆઇજી દ્વારા શોપ ઇન્સ્યોરન્સ

રાજકોટ તા. ૩૦: ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ દુકાન માલિકો માટે જાગૃતિ ફેલાવવા આગળ આવ્યું છે. અને તેમને અણધાર્યા સંજોગો સામે મહત્વપૂર્ણ સુરક્ષા તરીકે શોપ ઇન્સ્યોરન્સ (રિટેઇલ ઇન્સ્યોરન્સ તરીકે પણ પ્રખ્યાતા) ને પ્રાથમિક આપવા વિનંતી કરી છે.
આગ ચોરી વગેરે જેવા અણધાર્યા સંજોગોમાં શોપ ઇન્સ્યોરન્સ ની મહત્વતા ઉપર પ્રકાશ પાડતા કંપની વ્યવસાયોને સુરક્ષિત રાખવામાં કેવી રીતે ભાગીદાર બની શકે તેના ઉપર નજર કેન્દ્રિત કરી રહી છે.ટાટા એઆઇજીની શોપ ઇન્સ્યોરન્સ પોલીસી ગ્રોસરી સ્ટોરથી લઇને ઇલેકટ્રોનિક શોપ સુધીના તમામ કદના વ્યવસાયોને વ્યાપક સુરક્ષા ઓફર કરે છે.
શોપ ઇન્સ્યોરન્સ વિશે પ્રતિક્રિયા આપતા ટાટા એઆઇજી જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડના એકિઝકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ- એસએમઇ પ્રણય શાહે કહ્યું હતું કે દરેક દુકાન માલીકો આગ અને પૂરથી લઇને ઘરફોડ અને અકસ્માત જેવા વિવિધ જોખમોનો સામનો કરે છે.અમારી શોપ ઇન્સ્યોરન્સ પોલીસી એક વ્યાપક કવચ છે. જે મૂળભૂત પ્રોટેકશન કવરેજથી આગળ રહે છે.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
