News of Thursday, 30th May 2024
શું T20 વર્લ્ડકપની મેચો માટે ઊંઘ બગાડવી પડશે? ફ્રીમાં લાઈવ સ્ટ્રિમિંગ જોવા માટે શું કરવું જરૂરી છે ?
જાણો મેચો કયા સમયે શરૂ થશે અને કઈ ચેનલ પર તથા મોબાઈલ ફોનમાં તેનું લાઈવ ટેલિકાસ્ટ કઈ એપ દ્વારા થશે.

T20 વર્લ્ડકપની 9મી આવૃત્તિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 1 જૂનથી યોજાનારી આ પ્રતિષ્ઠિત ICC ટૂર્નામેન્ટમાં વિશ્વભરની 20 ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે. ભારત અને અમેરિકાના સમયમાં લગભગ 9 કલાક 30 મિનિટનો તફાવત છે. તેવી જ રીતે વેસ્ટ ઈન્ડિઝ અને ભારતના સમયમાં પણ ઘણો ફરક છે. ભારતીય ટીમ તેની ચારેય લીગ મેચો અમેરિકામાં રમશે. હવે લોકો એ જાણવા માટે આતુર છે કે શું તેમણે વર્લ્ડકપની મેચો માટે ઊંઘ બગાડવી પડશે? ચાલો તમને જણાવીએ કે મેચો કયા સમયે શરૂ થશે અને કઈ ચેનલ પર તથા મોબાઈલ ફોનમાં તેનું લાઈવ ટેલિકાસ્ટ કઈ એપ દ્વારા થશે.
T20 વર્લ્ડકપ 2024માં કુલ 55 મેચો રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. ફાઈનલ 29 જૂને કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે રમાશે. 20 ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ચારેય ગ્રૂપમાંથી ટોચની બે ટીમો સુપર 8 માટે ક્વોલિફાય થશે.
આ પછી, પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેનારી ટીમનો મુકાબલો સેમિફાઈનલમાં ચોથા સ્થાને રહેલી ટીમ સાથે થશે. બીજા સ્થાને રહેલી ટીમનો સામનો ત્રીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. સેમિફાઇનલની વિજેતા ટીમો 29 જૂને ફાઇનલમાં ટકરાશે. ભારતમાં T20 વર્લ્ડકપ 2024ની મેચો ફ્રી લાઇવ સ્ટ્રીમિંગથી જોઈ શકાશે. જેની વિગતો અહીં આપવામાં આવી છે
ICC T20 વર્લ્ડ કપ 2024નું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાશે. ડિઝની પ્લસ હોટસ્ટાર એપ પર કોઈપણ સબ્સ્ક્રિપ્શન વિના ચાહકો ભારતમાં ICC T20 વર્લ્ડકપ 2024 મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ તેમના મોબાઈલ ફોન પર ફ્રીમાં જોઈ શકે છે
ક્રિકેટના રસિયા સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારતમાં ICC T20 વર્લ્ડ કપ 2024ની તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે. ભારતીય ટીમ તેની ગ્રૂપ સ્ટેજની ચારેય મેચો અમેરિકામાં રમશે. ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજની ચારેય મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:00 વાગ્યાથી રમશે.
વર્લ્ડકપની અન્ય મેચો સવારે 6:00થી, રાત્રે 9:00 વાગ્યાથી, સવારે 5:00 વાગ્યાથી, મોડી રાત્રે 12:30 વાગ્યે, રાત્રે 10:00 વાગ્યે અને રાત્રે 10:30 વાગ્યે રમાશે.
2 જૂન 2024થી લઈને 29 જૂન સુધી રમાશે. જેમાં 18 જૂન સુધી લીગમેચ રમાશે અને તે પછી 19 જૂનથી સુપર-8 રાઉન્ડની શરુઆત થશે. 27મી જૂને સેમિફાઈનલ રાઉન્ડ અને 29મી જૂને ફાઈનલ મેચ રમાશે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
