<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ડોક્ટરે આપ્યો બ્લડ સેમ્પલ બદલવાનો આઈડિયા: પોર્શ કાંડના આરોપીની માતાએ કર્યો મોટો ખુલાસો

પોલીસે સગીરને તેની માતાની હાજરીમાં સુધારક ગૃહમાં એક કલાક સુધી પૂછપરછ કરી .

પોલીસે પૂણેના પોર્શ કેસમાં આરોપીની માતાની પણ ધરપકડ કરી છે. તેણે પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે લોહીના સેમ્પલમાં છેડછાડ કરી હતી અને તેના પુત્રના બદલે તેના પોતાના સેમ્પલ જમા કરાવ્યા હતા. હવે મહિલાનો દાવો છે કે હોસ્પિટલના ડોક્ટરોએ જ તેને સેમ્પલ બદલવાનો આઈડિયા આપ્યો હતો. તેમની તપાસના ભાગ રૂપે, પોલીસે સગીરને તેની માતાની હાજરીમાં સુધારક ગૃહમાં એક કલાક સુધી પૂછપરછ કરી, જ્યાં તેને 5 જૂન સુધી રાખવામાં આવ્યો.

   પુણે પોર્શ ઘટનામાં સતત ખુલાસાઓ થઈ રહ્યા છે. અગાઉ માહિતી સામે આવી હતી કે આ કેસના મુખ્ય આરોપી (ઉંમર 17 વર્ષ)ના લોહીના નમૂના હોસ્પિટલના ડસ્ટબિનમાં ફેંકવામાં આવ્યા હતા. ત્યારપછી માહિતી સામે આવી કે આરોપીની માતા પાસેથી લોહીના સેમ્પલ લેવાયા હતા જેથી આરોપી નિર્દોષ સાબિત થઈ શકે. હવે પોલીસે આરોપીની માતાની ધરપકડ કરી લેતા તેણે પણ સનસનીખેજ ખુલાસા કર્યા છે. મહિલાનો દાવો છે કે ડૉક્ટરોએ જ તેને સેમ્પલ બદલવાનો આઈડિયા આપ્યો હતો. પુણેના પોલીસ કમિશનર અમિત કુમારે કહ્યું કે અમે મહિલાનું નિવેદન નોંધ્યું છે. શનિવારે સવારે 6.30 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી 

]  પોલીસ દ્વારા જણાવવામાં આવેલી કહાની મુજબ, મહિલાએ અમને જણાવ્યું કે હોસ્પિટલના ડોકટરોએ તેને તેના પુત્રના બદલે તેનું લોહી નમુના તરીકે આપવા કહ્યું હતું. જોકે, મહિલા આ સવાલનો જવાબ આપી શકી ન હતી કે ડોક્ટરોએ તેને આવું કેમ કહ્યું? મહિલા એ પણ સમજાવી શકી ન હતી કે તે ડોક્ટરોની સલાહ પર શા માટે આવી અને શા માટે આવા ગુનામાં સામેલ થઈ?

  પુણે પોર્શ કેસમાં આરોપીની માતા પર પોલીસને છેતરવાનો અને પુરાવાનો નાશ કરવાનો આરોપ છે. અગાઉ, પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સાસૂન હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. અજય તાવડે, મુખ્ય તબીબી અધિકારી ડૉ. શ્રીહરિ હલનોર અને હૉસ્પિટલના કર્મચારી અતુલ ઘાટકમ્બલેની બ્લડ સેમ્પલ સ્વેપિંગ કેસમાં તેમની કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, સગીરના પિતા અને માતા તાવડે, હલનોર અને ઘાટકમ્બલે સાથે મળીને લોહીના નમૂના બદલવાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે આરોપીઓ વચ્ચે નાણાકીય લેવડદેવડ હોવાનું બહાર આવ્યું હતું.

( IST)