<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

ઓડીસા વિધાનસભાનું કોકડું ગૂંચવાય તેવી સંભાવના: એક્ઝિટ પોલના વર્તારામાં બીજેડી અને બીજેપી બંનેને સમાન બેઠકો મળે તેવી અને આ સંજોગો સર્જાઈ તો ત્રિશંકુ વિધાનસભા સર્જાવાની શક્યતા

કસોકસની લડાઈ: ઓડિશા વિધાનસભાનું કોકડું ગૂંચવાશે ? હાલના શાસક નવીન પટનાયકની બીજેડી અને બીજેપી બન્નેને ૬૨ થી ૮૦ બેઠકો મળશે ? એક્સિસ - માય ઇન્ડિયા પોલનું તારણ

નવીન પટનાયકની બીજેડી અને ભાજપ વિધાનસભાની કુલ ૧૪૭ બેઠકોમાંથી ૬૨ થી ૮૦ બેઠકો જીતવાના અંદાજની એક્સિસ - માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે.

ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપના વોટ શેરમાં સારી એવી વૃદ્ધિ જોવા મળશે તેવી એક્ઝિટ પોલમાં આગાહી કરેલ છે.

સૌથી ખરાબ પરિસ્થિતિમાં, ઓડિશામાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાવાની સંભાવના છે."

મુખ્ય પ્રધાન નવીન પટનાયકની આગેવાની હેઠળની બીજુ જનતા દળ (બીજેડી) તેની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકે છે અને એક્ઝિટ પોલ મુજબ તેને ૧૪૭ સભ્યોની ઓડીશા વિધાનસભામાં ૬૨ થી ૮૦ બેઠકો મળવાની શક્યતા છે.

 જો એક્ઝિટ પોલ સાચા ઠરે છે, તો ૨૦૦૪ પછી આ પ્રથમ વખત બની શકે છે કે બીજેડી રાજ્ય વિધાનસભામાં સંપૂર્ણ બહુમતી ન મેળવી શકે, અને પાંચ વખત મુખ્ય પ્રધાન રહેલા નવીન પટનાયક માટે દેખીતી મુશ્કેલીઓ સર્જાશે.

ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા એક્ઝિટ પોલ તમામ ૫૪૩ સંસદીય મતવિસ્તારોમાં લેવાયેલા ૫.૮ લાખ ઇન્ટરવ્યુ પર આધારિત હોવાનું જણાવ્યું છે.

( IST)