News of Monday, 3rd June 2024
આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની શકયતા : પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં પણ ભારે વરસાદ થવાની ધારણા
કેરળ, લક્ષદ્વીપ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા કર્ણાટકમાં વ્યાપક વરસાદ, ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે

નવી દિલ્હી : હવામાન વિભાગે માહિતી આપી છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ હવે મધ્ય અરબ સમુદ્ર, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, રાયલસીમા અને આંધ્ર પ્રેશના મોટાભાગના વિસ્તારને કવર કરી ચુક્યું છે. તે બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, મધ્ય તથા ઉત્તર-પશ્ચિમમાં પણ પહોંચી ગયું છે.
આગામી 2-3 દિવસમાં ચોમાસુ મધ્ય અરબ સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્ર પ્રદેશ, બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં આગળ વધે તેવી શક્યતાં છે. પૂર્વોત્તર ભારતમાં IMDએ કહ્યું કે બંગાળની ખાડીથી આવી રહેલી તેજ હવા આગાી સપ્તાહમાં વરસાદ, ગાજવીજ સાથે હળવો વરસાદ લાવી શકે છે.
આસામ અને મેઘાલયમાં 2-4 જૂનથી ભારે વરસાદ શરૂ થવાની શક્યતાં છે, જે 5-6 જૂન સુધી જળવાઈ રહેશે. ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કીમમાં પણ 3-6 જૂનથી ભારે વરસાદ થવાની શક્યતાં છે. દક્ષિણ ભારતમાં કેરળ, લક્ષદ્વીપ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ તથા કર્ણાટકમાં વ્યાપક વરસાદ, ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા તથા રાયલસીમામાં આગામી સપ્તાહ સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે તમિલનાડુમાં 2 અને 5 જૂનના રોજ ભારે વરસાદ થશે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સમાન્ય વરસાદ, ગાજવીજ સાથે વરસાદ થવા તથા ભારે પવન ફૂંકાવાની શક્યતાં છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ધૂળ ભરી આંધી આવી શકે છે.
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
