તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 3rd June 2024
લોકસભા ચૂંટણી પરિણામ પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો:અમુલ દૂધના ભાવ વધ્યા
ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો : આજ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ

અમદાવાદ ;લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજ સવારથી અમુલ દૂધના નવા ભાવ લાગુ પડશે.
લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમુલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયે પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચુકવવા પડશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
