<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

શેરબજારમાં તેજીનું વાવાઝોડુ : ઇન્‍વેસ્‍ટરોના ખિસ્‍સામાં ૧૨ લાખ કરોડ

એકઝીટ પોલના તારણો બાદ શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો : સેન્‍સેકસ - નીફટી નવા શિખરે : સેન્‍સેકસ ૭૬૦૦૦ તો નીફટી ૨૩૦૦૦ને પાર : રોકાણકારોની સંપત્તિમાં રોકેટગતિએ ઉછાળો : બેંક નીફટી ૫૦,૦૦૦ ઉપર : બેંકીંગ શેર્સ ઉછળ્‍યા

નવી દિલ્‍હી, તા.૩: લોકસભાની ચૂંટણીના રિઝલ્‍ટ આડે હવે માત્ર એક દિવસ બાકી છે અને તમામ એક્‍ઝિટ પોલમાં એનડીએના વિજયની આગાહી કરવામાં આવી છે. મોદી સળંગ ત્રીજી વખત વડાપ્રધાન બનશે તેવા તારણના કારણે બજારમાં જોરદાર ઉત્‍સાહ છે અને સેન્‍સેક્‍સમાં પ્રિઓપનિંગ સેશનમાં ૨૬૦૦ પોઈન્‍ટનો ઉછાળો આવ્‍યો છે. નિફ્‌ટી ઈન્‍ડેક્‍સ પણ ૨૩૩૦૦ને વટાવી ગયો છે. મોદી સરકાર ફરી સત્તા પર આવશે તો આર્થિક સુધારા જળવાશે અને ઈકોનોમીને વેગ મળશે તેવી આશાથી બજારમાં તેજી આવી છે. આજે એટલે કે ૩જી જૂન ૨૦૨૪ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્‍યો છે. બેન્‍ચમાર્ક સૂચકાંકો સેન્‍સેક્‍સ અને નિફ્‌ટીએ પ્રી-ઓપનિંગ સેશનમાં મજબૂત શરૂઆત કરી હતી. આ સમયગાળા દરમિયાન સેન્‍સેક્‍સ ૨૬૨૨ પોઈન્‍ટ અથવા ૩.૫૫ ટકા વધીને ૭૬,૫૮૩ પર અને નિફ્‌ટી ૮૦૭ પોઈન્‍ટ અથવા ૩.૫૮ ટકા વધીને ૨૩,૩૩૮ પોઈન્‍ટની સપાટીએ પહોંચ્‍યો હતો. આ લખાય છે ત્‍યારે સેન્‍સેકસ ૨૩૭૩ વધીને ૭૬૩૩૪ તથા નીફટી ૭૧૨ વધીને ૨૩૨૪૨ ઉપર છે.

સેન્‍સેક્‍સ- નિફ્‌ટી સર્વકાલીન ઉચ્‍ચ સ્‍તરેઃ તે જ સમયે, કારોબાર શરૂ થયા પછી પણ, શેરબજારમાં તેજી ચાલુ છે. જેના કારણે ૨૭ મે, ૨૦૨૪ ના રોજ BSE સેન્‍સેક્‍સ ૨,૭૭૭.૫૮ પોઈન્‍ટ અથવા ૩.૭૫ ટકાના ઉછાળા સાથે ૭૬,૭૩૮.૮૯ ના સર્વકાલીન ઉચ્‍ચ સ્‍તરે પહોંચ્‍યો હતો અને સેન્‍સેક્‍સ પ્રથમ વખત ૭૬ હજારને પાર કરી ગયો હતો

તે જ સમયે, NSE નિફ્‌ટી પણ ૮૦૮ પોઈન્‍ટ અથવા ૩.૫૮ ટકા વધીને તેની રેકોર્ડ હાઈ ૨૩,૩૩૮.૭૦ પર પહોંચી ગયો છે. શેરબજારમાં તીવ્ર ઉછાળાને કારણે સવારના ટ્રેડિંગમાં રોકાણકારોની આવકમાં રૂ. ૧૨.૪૮ લાખ કરોડનો વધારો થયો છે. બેંક નીફટી પહેલીવાર ૫૦,૦૦૦ ઉપર પહોંચી. બેંકના શેર્સ ૧૨% અપ.

અગાઉ ગળહમંત્રી અમિતભાઇ શાહ પણ કહી ચૂકયા છે કે એનડીએના વિજયની સાથે બજારમાં જોરદાર તેજી આવવાની છે. લોકસભાની ચૂંટણીના વાસ્‍તવિક રિઝલ્‍ટ મંગળવારે આવવાના છે પરંતુ શનિવારે એક્‍ઝિટ પોલ આવ્‍યા તેના કારણે આજે બજાર ગેપ અપમાં ખુલ્‍યું હતું.

સોમવાર એટલે કે ૩જી જૂન શેરબજારમાં ઐતિહાસિક દિવસ હતો. મજબૂત સ્‍થાનિક સંકેતોને કારણે બજારમાં અત્‍યાર સુધીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. સેન્‍સેક્‍સે પહેલીવાર ૭૬,૭૦૦ અને નિફ્‌ટીએ ૨૩૩૦૦ની સપાટી ક્રોસ કરી છે. એક્‍ઝિટ પોલમાં બહુમતી સાથે NDA બજારમાં ઉત્‍સાહિત છે. આ ઉપરાંત, GST સંગ્રહ, રાજકોષીય ખાધ સહિતના અન્‍ય ટ્રિગરોએ પણ બજારોને ઉત્‍સાહિત રાખ્‍યા હતા. બજારની તેજીને કારણે રોકાણકારોએ શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન જ લગભગ રૂ. ૧૨ લાખ કરોડનો નફો કર્યો છે.

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારના મુખ્‍ય સૂચકાંકો લગભગ ૨-૩%ની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. અદાણી ગ્રૂપ અને સરકારી શેર્સમાં જોરદાર ખરીદી છે. નિફ્‌ટીમાં અદાણી પોર્ટ્‍સનો શેર ૯%ના વધારા સાથે ટોપ ગેઇનર છે. અદાણી એન્‍ટરપ્રાઈઝ પણ ૬% ઉપર છે. આ સિવાય BEL, HAL, REC, PFC, IRFC સહિત અન્‍ય PSU શેરો ચમકયા છે.

શેરબજારના રેકોર્ડબ્રેક ઉછાળામાં રોકાણકારોએ બમ્‍પર નફો કર્યો છે. બોમ્‍બે સ્‍ટોક એક્‍સચેન્‍જમાં લિસ્‍ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ એટલે કે બીએસઈ શરૂઆતના ટ્રેડિંગમાં રૂ. ૪૨૪ લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું, જ્‍યારે શુક્રવારે બજાર બંધ થયા પછી તે રૂ. ૪૧૨.૧૨ લાખ કરોડ હતું. આ અર્થમાં, રોકાણકારોએ બજાર ખુલ્‍યાની થોડી જ મિનિટોમાં લગભગ રૂ. ૧૨ લાખ કરોડનો નફો કર્યો.

શેરબજારમાં ઉછાળાનું સૌથી મોટું કારણ મજબૂત સ્‍થાનિક સંકેતો છે. કારણ કે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં સ્‍થિર સરકાર બની રહી છે. એક્‍ઝિટ પોલ અનુસાર NDAને બહુમતી મળી રહી છે. બજાર આનાથી ખુશ છે, કારણ કે વર્તમાન સરકાર ઇન્‍ફ્રા સહિત અન્‍ય ક્ષેત્રો પર ધ્‍યાન આપવાનું ચાલુ રાખશે. આ સિવાય મેક્રો ઈકોનોમીના સારા આંકડા પણ બજારને સમર્થન આપી રહ્યા છે.

ગયા અઠવાડિયે આર્થિક મોરચે બેવડા સારા સમાચાર હતા. Q4 જીડીપી વળદ્ધિ ૬.૨ ટકાથી વધીને ૭.૮ ટકા થઈ. નાણાકીય વર્ષ ૨૪ માં વળદ્ધિ દર ૮.૨ ટકા હતો. આ સિવાય પાછલા નાણાકીય વર્ષની નાણાકીય ખાધ પણ અપેક્ષા કરતા ૫.૬ ટકા ઓછી હતી. ઉપરાંત, મે દરમિયાન ટેક્‍સ કલેક્‍શનમાં મજબૂત વળદ્ધિ ચાલુ રહી હતી. મે મહિનામાં જીએસટી કલેક્‍શન ૧૦ ટકા વધીને રૂ. ૧.૭૩ લાખ કરોડ થયું છે.

સેન્‍સેક્‍સના તમામ ૩૦ શેર અત્‍યારે ગ્રીન ઝોનમાં છે જેમાં પાવર ગ્રીડનો શેર ૭ ટકા, એનટીપીસી ૫.૪૯ ટકા, લાર્સન એન્‍ડ ટુબ્રો ૫.૫૫ ટકા અને મહિન્‍દ્રા ૫.૧૦ ટકા વધ્‍યો છે. ભારતમાં સરકાર બનાવવા માટે ૨૭૨ બેઠકોની જરૂર પડે છે અને ભાજપની આગેવાની હેઠળ એનડીએ સરળતાથી ૩૫૦ બેઠકો કરતા વધારે જીતી જશે તેવી આગાહી મોટા ભાગના એક્‍ઝિટ પોલમાં કરવામાં આવી છે.

ગયા આખા અઠવાડિયામાં બજારમાં પ્રેશર હતું કારણ કે ચૂંટણીને લઈને અનિશ્‍ચિતતા પ્રવર્તતી હતી. હવે એક્‍ઝિટ પોલમાં દાવો કરાયો છે કે એનડીએને બહુમતી મળશે અને તે પણ નક્કર બહુમતી હશે. તેથી બજાર માટે તેજીનું એક સોલિડ કારણ મળ્‍યું છે.

બજારની તેજીના કારણે વિદેશી સંસ્‍થાકીય રોકાણકારો દ્વારા ખરીદી વધવાની શકયતા છે. ૩૧ મેના રોજ વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ)એ ૧૬૧૩ કરોડના ભારતીય શેરો ખરીદ્યા હતા જ્‍યારે સ્‍થાનનિક રોકાણકારો (ડીઆઈઆઈ)એ ૨૧૧૪ કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. આજે તમામ એશિયન બજારો ગ્રીન ઝોનમાં છે. જાપાન, ઓસ્‍ટ્રેલિયા અને હોંગ કોંગના બજાર પણ વધ્‍યા છે. પીએમ મોદીનો પક્ષ ફરી સત્તા પર આવશે તેવી આગાહી પછી ભારતનો સ્‍ટોક ફયુચર્સ ઉછલ્‍યો છે. જ્‍યારે ચીનના બજાર ઘટયા છે.

તાજેતરના બજારોમાં ડોલર નબળો પડ્‍યો છે કારણ કે રોકાણકારોને આશા છે કે ફેડરલ રિઝર્વ નરમ નાણાકીય નીતિ અપનાવશે. મે મહિનામાં ડોલરની વેલ્‍યૂ ૧.૧ ટકા ઘટી હતી. શેર બજારના એક્‍સપર્ટ્‍સ અત્‍યારે ડિફેન્‍સ કંપનીઓના શેર ઉપરાંત ટાઈટન અને મારુતિના શેર ખરીદવાની સલાહ આપે છે.(

(3:22 PM IST)