News of Monday, 3rd June 2024
આકાશમાં 2 વિમાનોની જોરદાર ટક્કર: એક પાયલટનું મોત: પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટનાનો જુઓ વીડિયો
પોર્ટુગલમાં એર શો દરમિયાન બે વિમાનો વચ્ચે હવામાં અથડાયા

JUST IN: 2 planes collide and crash during airshow in Portugal, at least 1 pilot killed pic.twitter.com/XujrbEQBoe
— BNO News (@BNONews) June 2, 2024
પોર્ટુગલમાં એર શો દરમિયાન બે વિમાનો વચ્ચે હવામાં અથડાયા હતા, જેમાં ઓછામાં ઓછા એક પાઇલટનું મોત થયું હતું. આ ઘટના એર શો જોઈ રહેલા લોકોની સામે બની અને આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં બે પ્લેન હવામાં એકબીજા સાથે અથડાતા જોવા મળે છે. ઘટના બાદ તરત જ વિમાનો જમીન પર પડી ગયા હતા. આ ઘટનામાં ઓછામાં ઓછા એક પાયલોટનું મોત થયું હતું
આ અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માત એર શોમાં સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરે છે. આવી ઘટનાઓ ન બને તે માટે એર શોમાં સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
