News of Monday, 3rd June 2024
પં.બંગાળના ૨ મતદાન કેન્દ્રો પર આજે ફરી વોટિંગ : કાલે મત ગણતરી

નવી દિલ્હી તા.૩ : દેશમાં લોકસભા ચૂંટણીનું મતદાન હજુ પૂરું થયું નથી. પશ્ચિમ બંગાળમાં બે મતદાન કેન્દ્રો પર આજે ફરી મતદાન થઈ રહ્યું છે. લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળી રહ્યા છે. ચૂંટણી પંચે આ મતદાન મથકો પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો.
પશ્ચિમ બંગાળની બારાસાત અને મથુરાપુર લોકસભા બેઠકો પર એક-એક મતદાન કેન્દ્ર પર સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી નવેસરથી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચને આ મતદાન મથકો પર ગેરરીતિની ફરિયાદો મળી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને રિર્ટનિંગ ઓફિસરે મતદાનમાં ગેરરીતિની ફરિયાદ કરી હતી. તેના આધારે, ECએ આ બૂથ પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય કર્યો.
ચૂંટણી પંચના આદેશ બાદ બારાસાતના દેગંગા વિધાનસભા કેન્દ્ર અને મથુરાપુરના કાકદ્વીપ વિધાનસભા કેન્દ્ર પર સ્થિત બૂથ પર ફરીથી મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ બંને સ્થળોએ મત ગણતરી ૪ જૂને જ થશે. અગાઉ આ મતદાન મથકો પર સાતમા તબક્કામાં ૧ જૂને મતદાન થયું હતું.
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
