News of Monday, 3rd June 2024
હવે ઇન્ડીયન રેલ્વે ક્રુઝ બેસીને ફરવાની ઇચ્છા પુર્ણ કરશે
ટુર પેકેજમાં હવે અંતમાં લકઝરી રિવર ક્રુઝનો પણ સમાવેશ

નવી દિલ્હી, તા., ૩: આ ટુર પેકેજનું નામ અંતરા રિવર સૂત્ર ક્રુઝ પેકેજ, જેમાં તમને બ્રેક ફાસ્ટ,લંચ અને ડિનરની પણ સુવિધા મળશે. તેમજ રહેવા માટે લગ્ઝરી રુમ પણ મળશે. આ ટુર પેકેજમાં તમે ૧૩ સપ્ટેમ્બરથી માર્ચ ૨૦૨૫ સુધી અલગ અલગ તારીખ પ્રમાણે ટુર પેકેજ છે. તમે તમારી અનુકુળતા મુજબ કોઈ પણ તારીખનું પેકેજ બુક કરાવી શકો છો.
IRCTCઅંતરા ક્રુઝનું ખાસ ટૂર પેકેજ લઈને આવ્યું છે. ૮ દિવસ અને ૭ રાતના આ લક્ઝુરિયસ ટૂર પેકેજનું ભાડું ૨,૫૪,૬૮૪ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે, અંતરા લક્ઝરી રિવર ક્રૂઝ જેના દ્વારા તમે આ ટૂરમાં ક્રૂઝમાં બેસવાનો લાભ મળશે. જ્યાં તેમને ક્રુઝમાં વિશેષ સુવિધાઓ મળશે.
જો તમારે બે લોકો માટે આ પેકેજ બુક કરાવવું છે તો ૨,૫૪,૬૮૪નો ચાર્જ આપવો પડશે. તેમજ જો તમે એકલા આ ક્રુઝની મુસાફરી કરવા માંગો છો તો તમારે ૩,૮૨,૦૩૫નો ચાર્જ ચુકવવાનો રહેશે. બાળકો માટે પણ અલગ ચાર્જ રહેશે.
કોલકાતા,બંધેલ, કલના, મટિયારી, ખુશબાગ, બારાનગર, મુર્શિદાબાદ, માયાપુર, ચંદનનગર, કોલકાતા સ્થળો આવરી લેવામાં આવશે. આ ક્રુઝ ટુર પેકેજ માટે તમારે કોલકાતાથી ચઢવા અને ઉતરવાનું રહેશે. જો તમારે આ ટુર પેકેજ બુક કરાવવું છે તો તમારે આઈઆરસીટીસીની વેબ સાઈટ પર જઈ પેકેજ બુક કરી શકો છો.
જો તમે આ પેકેજ બુક કરાવી રહ્યા છો તો એ પણ તપાસ કરી લેજો કે, તમને આ પેકેજમાં કઈ કઈ સુવિધાઓનો લાભ મળે છે. તેમજ કઈ સુવિધાનો લાભ મળશે નહિ.
આઈઆરસીટીસી રેલવે અને ફ્લાઈટનું તેમજ ઈન્ટરનેશનલ ટુર પેકેજ પણ લઈને આવે છે. ત્યારે આ પેકેજ ક્રુઝના ચાહકો માટે ખુબ જ ખાસ છે.
(4:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
