News of Tuesday, 4th June 2024
સવારે ૧૦.૩૦ વાગ્યા સુધી મળતા વલણો મુજબ ભાજપના એનડીએને પૂર્ણ બહુમત મળી છે મળી રહેલ છે. ૫૨૮ માંથી ૨૩૨ ઉપર ભાજપનો એનડીએ અને ૧૦૦ ઉપર ઇન્ડિયા ગઠબંધન આગળ છે.

યુપીમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન ૪૧ બેઠકો પર આગળ છે
રાજકોટની પ્રતિષ્ઠાના જંગ સમી બેઠક ઉપર ભાજપના કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા બે લાખથી વધુ મતે આગળ છે,
ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા શ્રી રાજુ ધ્રુવ કહે છે કે રાજકોટમાં પુરુષોત્તમભાઈ રૂપાલા પાંચ લાખની લીડથી વિજેતા થશે
સવારે ૧૦.૩૦ સુધીમાં નવસારીની બેઠક ઉપર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની દોઢ લાખથી વધુ મતોની તોતિંગ લીડ જોતા કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર સ્વીકારી લીધી છે
પાંચમાં રાઉન્ડના અંતે પાટણ બેઠક ઉપર કોંગ્રેસના ચંદનજી ઠાકોર ૧૭૦૦૦ મતે આગળ છે બાકીની તમામ ૨૪ બેઠકો પર ભાજપ આગળ છે
અમેઠીની બેઠક ઉપર જબરો ઉલટફેર, સ્મૃતિ ઈરાની ૨૦,૦૦૦ મતે પાછળ છે
ભાવનગર બેઠક ઉપર ભાજપના નિમુબેન બાંભણિયા ૧ લાખ મતથી આગળ છે
પોરબંદર બેઠક ઉપર મનસુખભાઈ માંડવીયા ૭૦,૦૦૦ મતે આગળ છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
