News of Tuesday, 4th June 2024
બિહારમાં ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ સીટો પર આગળ: નરેન્દ્રભાઈની સાથે મક્કમતાથી રહેવા જાહેરાત

બિહારમાં ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) પાંચ સીટો પર આગળ ચાલી રહી છે. ચિરાગ પાસવાનની પાર્ટી એનડીએનો ભાગ છે.
પાંચ બેઠકો પર પોતાની જીતને નજીક જોઈને ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પર લખ્યું, "ફરી એક વાર - મોદી સરકાર. હું અને મારી પાર્ટી લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) દેશના સફળ વડાપ્રધાન, આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમર્થનમાં મજબૂત રીતે ઊભા છીએ. "
ચિરાગે લખ્યું, "વડાપ્રધાનના નેતૃત્વમાં એનડીએ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. દેશને ત્રીજી વખત મજબૂત અને શક્તિશાળી સરકાર મળવા જઈ રહી છે."
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
