<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

પંજાબમાં ઝી ન્‍યુઝનું પ્રસારણ બંધ કરતી આપ સરકાર

લોકોને ર્સ્‍પશતા મુદ્દા ઉઠાવતા રહીશું: સરકારની ખામીઓ ઉજાગર કરીશું: ઝી મીડિયા ગ્રુપ

ચંદીગઢ તા. ૩૦ :.. પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે ઝી મીડિયાની ચેનલ ઝી ન્‍યુઝને રાજયમાં પ્રસારીત ન કરવાનો નિર્ણય કર્યો છે. ભગવત માન સરકારે આ નિર્ણયને લઇને કોઇ ઔપચારિક નોટીફીકેશન જાહેર નથી કર્યુ. જો કે આ પહેલા ખબર હતી કે ઝી મીડીયાની તમામ ચેનલો પંજાબમાં બ્‍લેક આઉટ કરવામાં આવી છે. બાદમાં ફકત ઝી ન્‍યુઝનું પ્રસારણ બંધ થયાનું સામે આવ્‍યું છે. આ અંગે ઝી મીડીયા સમુહે જણાવેલ કે, ર૦ર૪ ના લોકસભા ચૂંટણીમાં રાજયની જનતાને ર્સ્‍પશતા જરૂરી મુદ્દા ઉઠાવવા અને આપ સરકારની ખામીઓ પરના રિપોર્ટીગના કારણે સરકારે આ તધલગી નિર્ણય લીધો છે. અમે જનતા સાથે જોડાયેલા લોકોને ર્સ્‍પશતા મુદ્દા ઉઠાવતા રહીશું: સરકારની ખામીઓ ઉજાગર કરીશું: ઝી મીડિયા ગ્રુપઉઠાવતા રહીશું.

(4:24 PM IST)