News of Tuesday, 4th June 2024
રાષ્ટ્રપતિ ભવનમાં મોદી સરકારના શપથની તૈયારીઓ : 9 જૂને NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ થઈ શકે
રાષ્ટ્રપતિ ભવનનું સર્કિટ-1 5 જૂન થી 9 જૂન સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે: આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ કરાશે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના ટ્રેન્ડ અનુસાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને બહુમતી મળતી દેખાઈ રહી છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને થઈ શકે છે.
વાસ્તવમાં, રાષ્ટ્રપતિ ભવન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ ભવનનું સર્કિટ-1 બુધવાર (5 જૂન) થી 9 જૂન સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારના શપથ ગ્રહણની તૈયારીઓ કરવામાં આવશે.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
