<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પીટરસને મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા: હિન્દીમાં ટ્વિટ કર્યું

કેવિન પીટરસને કહ્યું--ભારતનું નેતૃત્વ કરવા નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ અભિનંદન." હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે દેશ વધુ સારો થતો જાય છે. શું અદ્ભુત કામ છે, સાહેબ! ખુબ ખુબ શુભેચ્છાઓ અને પ્રેમ

નવી દિલ્હી :દિલ્હીમાં મોદી 3.0ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બીજેપીની આગેવાની હેઠળની એનડીએની બેઠક મળી હતી. આ બેઠકમાં NDAના તમામ નવા ચૂંટાયેલા સાંસદોએ ભાગ લીધો હતો. બેઠકને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે NDAના નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને હિન્દીમાં ટ્વીટ કરીને વડાપ્રધાન  મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા છે. કેવિન પીટરસને ટ્વિટ કરીને કહ્યું કે, "ભારતનું નેતૃત્વ કરવા માટે બીજી ટર્મ જીતવા બદલ મોદીને ખૂબ ખૂબ અભિનંદન." હું જ્યારે પણ ભારત આવું છું ત્યારે દેશ વધુ સારો થતો જાય છે. શું અદ્ભુત કામ છે, સાહેબ! ખુબ ખુબ શુભેચ્છાઓ અને પ્રેમ

( IST)