<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

રવિવારે પીએમ મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે: 6 શુભ સંયોગથી દિવસ બન્યો ખૂબ ખાસ

જાણો પીએમ મોદીના શપથ ગ્રહણના દિવસે કયા-કયા શુભ સંયોગ બની રહ્યાં છે?

નવી દિલ્હી :2024ની લોકસભા ચૂંટણીમાં એનડીએને મળેલા પૂર્ણ બહુમત બાદ નરેન્દ્રભાઈ  મોદી 9 જૂન રવિવારના દિવસે સતત ત્રીજીવાર પીએમ પદના શપથ ગ્રહણ કરવાના છે. 7 જૂને થયેલી એનડીએ બેઠકમાં સર્વસંમતિથી તેમને લોકસભામાં સદનના નેતા પસંદ કરી લેવામાં આવ્યાં. હવે રવિવારના શપથ ગ્રહણ માટે તૈયારીઓ ચાલી રહી છે. રવિવાર 9 જૂનનો દિવસ ખૂબ જ શુભ છે કારણ કે આ દિવસે 6 શુભ સંયોગ બની રહ્યાં છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગાધ્યક્ષ ડો. મૃત્યુંજય તિવારી પાસેથી જાણીએ કે પીએમ મોદીના શપથ ગ્રહણના દિવસે કયા-કયા શુભ સંયોગ બની રહ્યાં છે?

  જ્યોતિષશાસ્ત્રી ડૉ. તિવારીના જણાવ્યા અનુસાર, 9 જૂન, રવિવારના રોજ 5 શુભ સંયોગોમાં પ્રથમ છે વૃદ્ધિ યોગ, બીજો પુનર્વસુ નક્ષત્ર, ત્રીજો રવિ પુષ્ય યોગ, ચોથો રવિ યોગ, પાંચમો સર્વાર્થ સિદ્ધિ યોગ અને છઠ્ઠી તૃતીયા તિથિ છે

   શપથ ગ્રહણના દિવસે વૃધ્ધિ યોગ પ્રાત:કાળથી સાંજના 05:21 સુધી રહેશે, ત્યારબાદ ધ્રુવ યોગ થશે. વૃધ્ધિ યોગમાં તમે જે પણ કાર્ય કરો છો, તેના ફળમાં વૃદ્ધિ થાય છે. સાથે જ ધ્રુવ યોગનો પણ શુભ યોગોમાં સમાવેશ થાય છે.

  9 જૂને રવિ પુષ્ય યોગ બની રહ્યો છે, જે 10મી જૂનના રોજ સવારે 08:20 થી 05:23 સુધી ચાલશે. રવિવારે પુષ્ય નક્ષત્ર આવે ત્યારે રવિ પુષ્ય યોગ બને છે. આ યોગમાં તમે જે પણ શુભ કાર્ય કરો છો તે સફળ સિદ્ધ થાય છે. આ યોગમાં દેવ ગુરુ બૃહસ્પતિ અને સૂર્ય બંનેનો શુભ પ્રભાવ જોવા મળે છે

રવિવારે રવિ યોગ પણ બની રહ્યો છે. જે 08:20 PM થી બીજા દિવસે 05:23 AM સુધી છે. આ યોગમાં સૂર્યનો પ્રભાવ વધારે હોય છે અને તેમાં તમામ પ્રકારના દોષો દૂર થાય છે.

  શપથ ગ્રહણના દિવસે બનવા જઇ રહેલો સર્વાર્થ સિદ્ધિ યોગ ખૂબ જ શુભ ફલદાયી છે. આ યોગમાં તમે જે પણ કામ કરો છો, તે સફળ સિદ્ધ થાય છે. એવી જ્યોતિષની માન્યતા છે. સર્વાર્થ સિદ્ધિ યોગ 10 જૂને રાત્રે 08:20 PM થી સવારે 05:23 AM સુધી છે.

  જ્યોતિષ શાસ્ત્રમાં તમામ નક્ષત્રોમાં પુનર્વસુ નક્ષત્રને શુભ માનવામાં આવે છે. 9 જૂને પુનર્વસુ નક્ષત્ર સવારથી સાંજના 08:20 સુધી છે. નવા કાર્યોની શરૂઆત કરવા માટે પુનર્વસુ નક્ષત્ર સારું માનવામાં આવે છે.

  આ દિવસે જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે, જે 9 જૂને બપોરે 03:44 સુધી છે. ત્યાર બાદ ચતુર્થી તિથિ શરૂ થશે. તૃતીયા તિથિની દેવી મા ગૌરી છે અને ચતુર્થી તિથિના દેવ ગણેશ છે. તૃતીયા તિથિ મહિલાઓના વિકાસ માટે સારી માનવામાં આવે છે અને ચતુર્થીના દિવસે ગણેશજી શુભતા પ્રદાન કરે છે.

(1:02 PM IST)