News of Saturday, 8th June 2024
ત્રણ દિવસથી લોકો અયોધ્યા ના લોકો ને ટોણા મારી રહયા છે
અયોધ્યામાં ભાજપાની હાર પર સોશ્યલ મીડીયામાં ધમાચકડી અયોધ્યાના લોકોને ગાળો દેતો વીડીયો બનાવનાર બે યુવકોની ધરપકડ

લખનોૈઃ અયોધ્યામાં ભાજપાની હાર દેશ ની સાથે આખી દુનિયામાં ગુંજી રહી છે. લોકોને વિશ્વાસ જ નથી થઇ રહયો કે આવુ પણ બની શકે, તેઓ અયોધ્યાના લોકોને ટોણા મારી રહયા છે. ચુંટણીના પરિણામો આવ્યાના ત્રણ દિવસ પછી પણ એ ચાલુ છે સોશ્યલ મીડીયા પર અયોધ્યાવાસીઓને ખૂબ જ ખરૂ ખોટું કહેવાઇ રહયું છે.
૪ જૂને લોકસભા ચુંટણીના પરિણામો આવ્યા પછીથી અયોધ્યા વાસીઓ કશ્મકશમા છે દેશના ં છે ેના વિભીન્ન ભાગોમાં રહેતા તેમના સગા, મિત્રો અને અન્ય લોકો રોજ ફોન કરીને અલગ-અલગ સવાલો પૂછી રહયા છે. જે બધાના ભાવાર્થે એક જ છે કે આખરે આવુ કેવી રીતે બની ગયું ? એ પણ ત્યારે કે જયારે ૫૦૦ વર્ષોની લાંબી પ્રતિક્ષા પછી ભાજપા ના જ રાજમાં વડાપ્રધાન મોદી ના હાથે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ હોય. અયોધ્યામાં રહેતા મોટા ભાગના લોકો હાલમાં આવા જ સવાલોનો સામનો કરી રહયા છે.
બીજી તરફ, ઉતરપ્રદેશમાં ગાઝીયાબાદ પોલીસે બે યુવકોની ઘરપકડ કરી છે. બન્ને પર ફૈૂપર ફૈઝાબાદ લોકસભાક્ષેત્રમાં ભાજપાની હાર પછી અયોધ્યાના લોકોને ગાળો આપતો એક વીડીયો બનાવીને તેને વાયરલ કરવાનો આરોપ છે. આમાંથી એક યુવક દક્ષ ચૌધરીનું નામ પહેલા પણ વિવાદોમાં આવી ચૂકયું છે. તે કન્હૈયા કુમારને થપ્પડ મારવાના કેસમાં ચર્ચામાં આવી ચૂકયો છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
