News of Saturday, 8th June 2024
ફોન તુટયા, પુરાવા પુરા શુ પ્રજવલ રેવન્ના નિર્દોષ છુટશે?
૨૯૭૦ સેકસ વિડીઓ, ૨૫ હજાર કોપી છતાં પોલીસે માત્ર તકીયા અને ચાદર જપ્ત કર્યા

મુંબઇ તા.૮: કર્ણાટક સેકસ સ્કેન્ડલ કેસની તપાસ ‘‘સીટ''ની ટીમ કરી રહી છે. અને મુખ્ય આરોપી પ્રજવલ રેવન્નાના આઇફોનની ડિટેઇલ માટે એપલ કંપનીની મદદ માંગવામાં આવી છે.
પ્રજ્જવલે કહયું હતું કે તેનો ફોન ગુમ થઇ ગયો છે. તેથી કોઇ જાણકારી નથી. દરમ્યાન ફોન પણ તુટયો છે અને પુરાવા પુરા થઇ ગયા કે શું? પ્રજવલ રેવન્ના નિર્દોષ છુટી જશે? સહિતના પ્રશ્નોની ભારે ચર્ચા થઇ રહી છે.
૨૯૭૦ સેકસ વિડીઓ ૨૫ હજાર કોપી છતા પોલીસે માત્ર તકીયા અને ચાદર જ જપ્ત કરતા ભારે ચર્ચા જાગી છે.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
