News of Saturday, 8th June 2024
ઝારખંડમાં ચોમાસાનું ૧૫-૧૬ મીએ આગમનઃ મંગળથી ગુરૂ પ્રિ-મોનસુન એકટીવીટી

રાંચી : તા. ૮: ઝારખંડમાં વરસાદની રાહ જોતા લોકોએ હજી રાહ જોવી પડશે. ગરમીથી રાહત મળવાની નથી. હીટવેવ ચાલુ રહેશે. ગઇકાલે રાંચીમાં ૩૯ ડીગ્રી તાપમાન નોંધાયેલ ૧૫ થી ૧૬ જુને ચોમાસુ ઝારખંડ પહોંચે તેવી સંભાવના છે. ૧૧-૧૩ દરમિયાન પ્રિ-મોનસુન એકટીવીટી થશે.
હવામાન વૈજ્ઞાનિક અધિષૈક આનંદ જણાવેલ કે ગત વર્ષ કરતા આ વર્ષે સારા વરસાદની આશા છે. ખેડૂતો જુલાઇમાં વાવણી કરે.તે સમયે ખેતરોમાંથી પાણી ભરાયેલુ હોવાથી રોપણમાં સરળતા રહેશે. લોકો વૃક્ષોનું મહત્વ હજી સમજતા નથી અને વિકાસના નામે આડેધડ વૃક્ષો કપાઇ રહયા છે. જે ગરમીનું મુખ્ય કારણ છે.
(4:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
