News of Saturday, 8th June 2024
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇ મોદી ૨૦૩૨ સુધી કાર્યરત રહેશેઃ બીબીસીના પૂર્વ સંવાદદાતાના પુસ્તકમાં ભવિષ્યવાણી
લેખક લાન્સ પ્રાઇઝે આધ્યાત્મિક ગુરૂ નો ઉલ્લેખ કરી ને મોદીજી મહાન નેતા સાબિત થશે તેમ લખ્યું છે

ન્યુ દિલ્હી ,તા ૮ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હજુ 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. પીએમ મોદી વિશે વર્ષ 2015માં ‘ધ મોદી ઈફેક્ટ’ નામની એક બુક પબ્લિશ થઈ હતી. લાન્સ પ્રાઈઝ નામના બીબીસીના પૂર્વ સંવાદદાતા દ્વારા આ પુસ્તક લખાયેલુ છે. આ પુસ્તકના પેઈઝ નંબર 4 પર પીએમ નરેન્દ્રભાઇ મોદી વિશે એક ભવિષ્યવાણી કરવામાં આવી છે. એક આદ્યાત્મિક ગુરુએ પીએમ મોદી વિશે આ ભવિષ્યવાણી કરી છે જેમા કહેવાયુ છે પીએમ મોદી આગામી 2032 સુધી દેશના વડાપ્રધાન બની રહેશે. વધુમાં તેમણે જણાવ્યુ કે એવુ નથી તેમના જીવનમાં એક ડાઉનફોલ પણ આવશે અને થોડો સમય માટે તેમણે વિપક્ષમાં રહેવુ પડે તેવી સ્થિતિ પણ આવી શકે. જે અત્યંત નાનો સમયગાળો હશે. એ પહેલા એક મોટો સમયગાળો તેમની પાસે એવો રહ્યો હશે કે તેમની પાસે સંસદમાં સૌથી વધુ બહુમત હશે. માત્ર એકવાર તેમને અન્ય દળોનો સાથ લઈને ગઠબંધનમાં કામ કરવુ પડી શકે.
પુસ્તકમાં લેખક લાન્સ પ્રાઈઝે એક આદ્યાત્મિક ગુરુનો ઉલ્લેખ કર્યો છે જેઓ જ્યોતિષી હતા અને તેમણે કોઈપણ સંકેત આપ્યા વિના કેટલીક ભવિષ્યવાણી કરી હતી. જેમા પીએમ મોદી વિશે તેમણે જણાવ્યુ હતુ કે મોદીજી એક મહાન નેતા સાબિત થશે. આ ગુરુની દીર્ઘદૃષ્ટિ અને દુરદર્ષિતા વધુ સ્પષ્ટ જણાતી હતી. તેમણે વધુમાં પીએમ મોદી વિશે જે કહ્યુ તે આશ્ચર્યથી ભરેલુ હતુ. તેમણે કહ્યુ પીએમ મોદી 2032 સુધી સત્તામાં રહેશે. જેમા બહુ નાના સમય માટે તેમને વિપક્ષમાં રહેવુ પડે તેવી સ્થિતિ આવી શકે. પરંતુ તેમની પાસે સંસદમાં સૌથી વધુ મેજોરિટી રહેશે અને માત્ર એકવાર તેમણે અન્યદળોનો સાથ લઈને ગઠબંધનમાં કામ કરવુ પડી શકે.
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
