<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

તમે જે કહયું તે કોઇ તમારા માતા વિશે કહેશે તો કેવું લાગશે ? અકાલી દળના નેતા હર સિમરત કૌરનો કંગનાને સવાલ

ઍ પણ સમજવું જાઇઍ કે જયારે તમે પાયાવિહોણી અને ખોટી કોમેન્ટ કરો છો ત્યારે તેનું રીઍકશન મળે છે

ન્યુ દિલ્હી ,તા ૮ :  પંજાબની ભટિંડા સીટ પરથી નવા ચૂંટાયેલા સાંસદ અને શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કંગના સાથેના ખરાબ વર્તનના મામલામાં પ્રતિક્રિયા આપી છે. ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં હરસિમરત કૌર શું જણાવી રહી છે તેના વિશે જાણીએ…

હરસિમરત કૌર બાદલે કહ્યું કે, કંગનાએ તેની પાર્ટી હાઈકમાન્ડને ખુશ કરવાને બદલે પોતાની જવાબદારીઓ સમજવી જોઈએ. એ પણ સમજવું જોઈએ કે જ્યારે તમે પાયાવિહોણી અને ખોટી કોમેન્ટ કરો છો ત્યારે તેનું રિએકશન મળે છે. હવે જો કોઈ તમારી માતાને તે શબ્દો કહે જે તમે અન્યની માતાઓ વિશે કહ્યું છે, તો મને નથી લાગતું કે તમને તે ગમશે.

હરસિમરત કૌરે કહ્યું કે, હું સમજું છું કે તમે એવા પદ પર બેઠા છો જ્યાં તમારે જવાબદારીઓને સમજવી જોઈએ. તમે નિવેદન આપ્યું હતું પરંતુ એ નિવેદનનું પરિણામ તમને ભોગવવું પડ્યું ત્યારે તમે શરમ અનુભવવાને બદલે આતંકવાદ પર નિવેદન આપીને ઝેર ઓકી રહ્યા છો. તમારે તમારી જીભ પર લગામ રાખવી જોઈએ અને મીઠાશ ફેલાવવી જોઈએ. નહિંતર આ વસ્તુઓનો સામનો કરવો પડશે નહીં.

ગુરુવારે ચંદીગઢ એરપોર્ટ પર હંગામો થયો હતો. જ્યારે કંગના રનૌત દિલ્હી જઈ રહી હતી અને સુરક્ષા તપાસ બાદ તેને CISF ગાર્ડે થપ્પડ મારી દીધી હતી. થપ્પડ મારનાર મહિલાનું નામ કુલવિંદર કૌર છે. જેમની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કંગનાને ચાર વર્ષ પહેલા ખેડૂતો પર આપેલા નિવેદન પર હિંસાનો સામનો કરવો પડ્યો હતો.

(5:28 PM IST)