તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Saturday, 8th June 2024
દિલ્હીના નરેલામાં ફેકટરીમાં ગેસ લીક થતા આગ લાગી
૩ ના મોત અને ૬ ગંભીર રીતે દાઝ્યા :ફાયર વિભાગે ફેક્ટરીની અંદર હાજર ૯ લોકોને બચાવ્યા

નવી દિલ્હી, તા.૮ :રાજધાની દિલ્હીના નરેલા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં આજે શનિવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે આગ લાગી હતી. આગને કારણે ફેક્ટરીમાં હાજર ત્રણ કામદારોના મૃત્યુ થયા હતા અને ૬ લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા.
ફેક્ટરીમાં આગની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફેક્ટરીમાં હાજર કેટલાક લોકોને બચાવી લીધા હતા. ટીમે બધાને નરેલાની જીઁઇઝ્ર હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યાં ડોક્ટરોએ ત્રણને મૃત જાહેર કર્યા અને અન્યને સારવાર માટે સફદરગંજ હોસ્પિટલમાં મોકલી દીધા.
દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે લગભગ ૩.૩૦ વાગ્યે નરેલા સ્થિત શ્યામ કૃપા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ ફેક્ટરીમાં આગની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૃ કર્યું હતું અને ફેક્ટરીની અંદર હાજર ૯ લોકોને બચાવી લીધા હતા, જેમાંથી ત્રણને ડૉક્ટરોએ મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને અન્યને નરેલા જીઁઇઝ્ર હોસ્પિટલ સફદરજંગ લઈ જવામાં આવ્યા હતા. હાલ અન્ય હોસ્પિટલમાં રીફર કરેલ છે.
પ્રાથમિક તપાસ મુજબ, ફેક્ટરીમાં ગેસ બર્નર પર કાચો મગ શેકવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાઈપલાઈનમાંથી ગેસ લીક થવાને કારણે આગ ફેલાઈ ગઈ હતી, જેના કારણે કોમ્પ્રેસર ગરમ થઈ ગયું અને ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. પોલીસે જણાવ્યું કે, તેઓએ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૃ કરી દીધી છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
